નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નની તૈયારી, આતિશબાજીથી ગુંજી ઉઠશે આકાશ, જાણો કયા-કયા સુપરસ્ટાર કરશે પરફોર્મ

ADVERTISEMENT

gujarattak
social share
google news
IND vs AUS Closing Ceremony: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં જશ્ન મનાવવાની તૈયારીઓ થઈ રહી છે. ફાઈનલ મેચના દિવસે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જગમગી ઉઠશે. જેને લઈને ઘણી ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આખું અમદાવાદ ફટાકડાના અવાજોથી ગુંજી ઉઠશે. જો ભારત ફાઈનલ મેચ જીતશે તો સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવશે. આખા દેશે જશ્ન મનાવવાની તૈયારીઓ કરી લીધી છે, હવે ભારતીયો માત્ર ભારતની જીતની રાહ જોઈ રહ્યા છીએ. ફાઈનલ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અનેક કલાકારો રંગ જમાવવાના છે. ચાલો તમને જણાવીએ કે ફાઈનલ મેચના દિવસે કયા અંદાજમાં જશ્ન મનાવવામાં આવશે.

સમાપન સમારોહની વધારશે શોભા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની છે. ICC તરફથી આ રોમાંચક મેચને યાદગાર બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ICCએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચના દિવસે ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી છે. આ મેદાન પર રોમાંચક મેચ વચ્ચે ઘણા કલાકારો પરફોર્મ કરતા જોવા મળશે. આ કલાકારોમાં પ્રીતમ, જોનીતા ગાંધી, અમિત મિશ્રા, નકાશ અઝીઝ, તુષાર જોશી એ કેટલીક હાઈ-પ્રોફાઈલ હસ્તીઓ છે, જેઓ વર્લ્ડ કપના સમાપન સમારોહની શોભા વધારશે.
Image

4 ભાગમાં કાર્યક્રમનું આયોજન

ફાઇનલ મેચના દિવસે બપોરથી જ આ રંગારંગ કાર્યક્રમ શરૂ થશે. આ કાર્યક્રમ કુલ 4 ભાગોમાં વહેંચાયેલો છે. કાર્યક્રમનો પ્રથમ ભાગ મેચની શરૂઆત પહેલા થશે. કાર્યક્રમનો બીજો ભાગ પ્રથમ ઈનિંગના ડ્રિંક બ્રેક દરમિયાન યોજાશે. આ સિવાય ત્રીજો ભાગ એક ઇનિંગ્સના ખતમ થયા બાદ સેલિબ્રેટ કરવામાં આવશે. જ્યારે છેલ્લો ભાગ બીજી ઇનિંગ્સના ડ્રિંક બ્રેક દરમિયાન સેલિબ્રેટ કરવામાં આવશે. આ કલાકારોના મધુર અવાજથી આખું સ્ટેડિયમ મંત્રમુગ્ધ થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT