સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો…
ADVERTISEMENT
અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા સપાટીમાં વધારો થયો છે.
સતત વરસાદના કારણે પાણીની આવક 2,01,961 ક્યુસેક નોંધાઈ. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 23 દરવાજા ખુલ્લા છે, આજે રાત્રે રાત્રે 10 કલાકે 23 દરવાજા 1.90 મીટર ખોલી 3,00,000 ક્યુસેક્સ છોડાશે. રિવરબેડ પાવરહાઉસ માં 6 ટર્બાઇન થી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,45,000 ક્યુસેક રહેશે. નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
આજે 10 વાગે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને ૩.૪૫ લાખ ક્યુસેક થશે. સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે આજ તા.૧૫ મી ઓગષ્ટની રાત્રિના ૧૦ વાગે સરદાર સરોવર બંધના ૨૩ દરવાજા ૧.૯૦ મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં ૩ લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવશે. આ ઉપરાંત તળ વિદ્યુત મથકોના ૬ એકમમાં થી ૪૫ હજાર ક્યુસેક પાણી નદીમાં ઉમેરાઈ રહ્યું છે. આમ,નર્મદા નદીમાં કુલ ૩.૪૫ લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે.
ADVERTISEMENT
પાણીનું પ્રમાણ વધવાની શક્યતા
રાજ્યમાં વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જાહેર કરવામાં આવેલી વધુ એક ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાંથી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને ૪ થી ૫ લાખ ક્યુસેક થઈ શકે છે.
પાણીની આવક વધુ
ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા થી વધુ પાણી પાણી આ જળાશયોમાં છે. પાણીની આ આવક પાછળ ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા પાણીમાં વધારો થયો છે.
ADVERTISEMENT
રાજ્યના ડેમની સ્થિતિ
ગુજરાત રાજ્યમાં મોટાભાગના ડેમ ભરાયેલા છે. કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રરની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકાથી વધુ પાણી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT