વડોદરામાં પેટ્રોલપંપની નોઝલ ચાલુ કરીને ઉડાવ્યા પેટ્રોલના ફુવારા, મચી ગઈ દોડધામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા ભીમપુરા પેટ્રોલપંપ ખાતે નગ્ન હાલતમાં પહોંચેલા યુવકે ધમાલ મચાવી હતી. નગ્ન અવસ્થામાં પહોંચેલ યુવકે પેટ્રોલપંપની નોઝલ ખોલી 12 થી 15 હજારનું પેટ્રોલ પર રસ્તા પર ઢોળી નાખ્યું . આ સમઘ ઘટનાને લઈ પેટ્રોલ પમ્પમાં દોડધામ મચી હતી. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે.

પોલીસ તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે
ગઇકાલે મોડી રાત્રે અંદાજે ત્રણેક વાગ્યે વડોદરા શહેર નજીક આવેલ ભીમપુરા પેટ્રોલપંપ પર યુવકે ધમાલ મચાવી હતી. 30-35 વર્ષના નગ્ન અવસ્થામાં પેટ્રોલ પમ્પ ખાતે પહોંચેલ યુવકે પહેલા પેટ્રોલપંપની નોઝલથી પેટ્રોલના ફુવારા ઉડાવ્યા. અને ત્યાર બાદ કેશિયરના ટેબલ પર જઇને પૈસા લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા સમગ્ર ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા મધ રાત્રિએ જ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: સાંસદ મનસુખ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટે ફરી વધારી સરકારની ચિંતા, જાણો શું લખ્યું

ADVERTISEMENT

આખો પેટ્રોલપંપ માથે લેતા માલિક પણ પંપ પર દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં પેટ્રોલપંપ પર તોફાન મચાવનાર યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું. જોકે માનસિક રીતે અસ્વસ્થ યુવકે પેટ્રોલપંપ પર ધમાલ મચાવી સૌના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જોકે પેટ્રોલ પંપ પર 12 થી 15 હજાર રૂપિયાનું પેટ્રોલ ઢોળી દેતા નુકશાન થયું હતું પરંતુ પમ્પ પર ઢોળાયેલ પેટ્રોલના કારણે કોઈ અન્ય ઘટના ન ઘટના રાહત અનુભવાઇ હતી. જોકે આ ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

(વિથ ઈનપુટ દિગ્વિજય પાઠક, વડોદરા )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT