મારી પત્ની 12 વર્ષના પુત્ર સાથે શારીરિક અડપલા કરે છે, નિવૃત આર્મી જવાનના ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરમાં એક ખુબ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં એક નિવૃત આર્મી જવાન દ્વારા પોતાની પત્ની પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આર્મી જવાને આરોપ લગાવતા જણાવ્યું કે, મારી પત્ની મારા જ 12 વર્ષના પુત્ર સાથે શારીરિક અડપલા કરે છે. આ ઉપરાંત તેના અન્ય પુરૂષ સાથે પણ સંબંધો છે. પરપુરૂષ સાથે તે સતત સંપર્કમાં રહે છે. હાલ તો આ ફરિયાદ બાદ મહિલા ACP રાધિકા ભારાઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ વિસ્તારમાં રહે છે નિવૃત આર્મી જવાન
વડોદરા એરપોર્ટ વિસ્તારમાં રહેતા પૂર્વ આર્મી જવાન એક જાહેર સાહસમાં નોકરી કરી રહ્યા છે. તેમના લગ્ન જીવન દરમિયાન 12 વર્ષનો પુત્ર આકાશ પણ છે. આર્મી જવાન લશ્કરમાં નોકરી કરતા હોવાનાં કારણે બોર્ડર પર વધારે રહેતા હતા. જો કે તેમના આરોપ અનુસાર આ દરમિયાન તેમની પત્ની અન્ય પુરૂષના સંપર્કમાં આવી ગયા હતા. બંન્ને વચ્ચે ગાઢ સંબંધો હતા. જેના કારણે તેમને છુટાછેડાની અરજી પણ દાખલ કરેલી છે. હાલ તેમનું જીવન તુટવાના આરે આવીને ઉભુ છે.

છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે
પોલીસ સુત્રો અનુસાર બંન્નેના છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. મહિલા દ્વારા ભરણપોષણનો કેસ પણ કરવામાં આવેલો છે. જ્યારે પતિ દ્વારા પત્નીના ચારિત્ર પર શંકાસ કરવામાં આવી રહી છે. જો કે જવાને એક ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, મારા 12 વર્ષના પુત્ર સાથે મારી પત્ની અને પુત્રની સગી માતા શારીરિક અડપલા કરે છે. એક માતા પોતાના બાળક સાથે આવી હરકત કઇ રીતે કરી શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT