શિયાળા વચ્ચે આ વિસ્તારમાં પાણીની તંગીએ ચિંતા વધારી, પાણીકાપ મૂકી જળસંકટ ટાળવા લાચાર!
ભરૂચઃ ભરઉનાળામાં પાણીની તંગી થવી એ સામાન્ય વાત છે. પરંતુ શિયાળામાં પણ ગુજરાતના આ વિસ્તારમાં પાણીની તંગી થઈ છે. નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે…
ADVERTISEMENT
ભરૂચઃ ભરઉનાળામાં પાણીની તંગી થવી એ સામાન્ય વાત છે. પરંતુ શિયાળામાં પણ ગુજરાતના આ વિસ્તારમાં પાણીની તંગી થઈ છે. નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભરૂચમાં જળસંકટની સમસ્યા સામે આવી છે. અહીં આગામી કેટલાક દિવસોમાં જો બરાબર કામગીરી નહીં હાથ ધરવામાં આવે તો શહેરને પુરવઠો મળતો પણ અટકી શકે છે. એટલુ જ નહીં ભરૂચમાં શક્ય હોય એટલા લોકોને પાણીનો વ્યય ન કરવા અપિલ કરાયો હોવાનો મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે.
કેનાલમાં ગાબડુ પડ્યું હોવાના અહેવાલો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2023મા ભરૂચને પાણી પૂરૂ પાડતી કેનાલમાં ગાબડુ પડ્યુ હતું. એટલુ જ નહીં નહેરમાં ભાંગાણ થવાના કારણે શિયાળામાં પણ લોકો તરસ્યા બની રહે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી નોબત આવી છે.
જળસંકટના નિવારણ માટે લેવાયા પગલાં
અત્યારે એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે નહેરમાં ગાબડાને કારણે તળાવમાં પાણીનો પુરવઠો મળતો પણ બંધ થઈ ગયો છે. જો આનું યોગ્ય નિવારણ નહીં આવે તો આગામી દિવસોમા પાણીની તંગી સર્જાઈ શકે છે. એટલું જ નહીં પાલિકાએ પાણી કાપની જાહેરાત પણ કરી દીધી છે. તથા કરસકસર પૂર્વક પાણી વાપરવા અપિલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT