સાબરકાંઠામાં Income Tax ના કોન્ટ્રાક્ટરોને ત્યાં દરોડાનો મામલે, ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટ પેઢીઓ પર લટકતી તલવાર
સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર શહેરમાં RTO સર્કલ વિસ્તારમાં આવેલ કોન્ટ્રાક્ટર ગ્રુપ પર આયકર વિભાગની ટીમોએ ગઈ કાલથી કાર્યવાહી શરુ કરી છે. ઈન્કમટેક્ષના ડઝનબંધ વાહનો શહેરમાં વિવિધ…
ADVERTISEMENT
સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર શહેરમાં RTO સર્કલ વિસ્તારમાં આવેલ કોન્ટ્રાક્ટર ગ્રુપ પર આયકર વિભાગની ટીમોએ ગઈ કાલથી કાર્યવાહી શરુ કરી છે. ઈન્કમટેક્ષના ડઝનબંધ વાહનો શહેરમાં વિવિધ સ્થળોએ સાગમટે પહોંચ્યા હતા. ખાસ કરીને આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલ રોડ અને સરકારી કોન્ટ્રાક્ટરોને ત્યાં આયકરની ટીમો સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. ત્યારે હવે ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટ પેઢીઓ પર તવાઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં ઇન્કમટેક્સના ધામા વચ્ચે મોટી પેઢીઓમાં દરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શદરમિયાન ગઈકાલે શરૂ થયેલા સર્ચ ઓપરેશનમાં હવે ઇન્કમટેક્સના કર્મચારીઓ દ્વારા ક્રોસ ચેકિંગની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમાં ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. ઈન્કમટેક્ષ દ્વારા પેઢીના સંચાલકોના આર્થિક વ્યવહારો અને હવાલાઓને લઈ ક્નેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવાલા અને ફાયનાન્સને લગતા શખ્શો અને પેઢી સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં જીએચ વિજાપુરા, એચએસ ખણુશિયા અને અનીશ વિજાપુરા તેમજ એપેક્ષ ગ્રુપમાં ઈન્કમટેક્ષ દ્વારા કાર્યવાહી કરીને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેર અને શહેર બહાર કેટલી સંપત્તિઓ પેઢીના ભાગીદારો અને પેઢી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ધરાવે છે, તે તમામ વિગતોને એકઠી કરવામાં આવી રહી છે. આ પૈકીના મોટા કોન્ટ્રાક્ટરની વિજાપુરા અને ખણુશીયા પેઢીના વ્યવહારોમાં કાળા નાણાને લઈને પણ સર્ચ કરવામાં આવી રહ્યુ છે. કેટલાક હવાલાઓની વિગતો પણ સામે આવી હોવાને લઈ તે અંગે પણ ક્રોસ ચેક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
વિદેશમાં પણ વ્યવહારોની આશંકા
સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી જીએચ વિજાપુરા, એચએસ ખણુશિયા અને અનિશ વિજાપુરા તેમજ એપેક્ષ પેઢીમાં દરોડાના કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમાં વિજાપુરા અને ખણુશિયા પેઢીના વ્યવહારો મોટા પ્રમાણમાં દેશ અને વિદેશમાં ચાલતા હોવાની આશંકા છે. આ પેઢીઓ પૈકી કેટલાક વિદેશમાં પણ કારોબાર કરી ચૂક્યા હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT
સિમેન્ટની પેઢી પર પણ તવાઈ
બાંધકામના વ્યવસાયમાં સિમેન્ટનો ઉપયોગ વધુ થઈ રહ્યો હોય જેને પગલે સિમેન્ટના હિસાબો અને તેની એન્ટ્રીઓને લઈને હિંમતનગરની એક સિમેન્ટ પેઢીના સંચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. આ પેઢી દેશભરમાં મોટા પ્રમાણમાં સિમેન્ટ સપ્લાય કરે છે.મહારાષ્ટ્રના એક કદાવર નેતાના સંબંધીની પેઢીમાં કોન્ટ્રાક્ટરોના વ્યવહારોને લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT