ગુજરાત મોડલ… છેલ્લા બે વર્ષ મા 29 જિલ્લાઓને એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળાને મંજૂરી નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા પૂછવામા આવેલા પ્રશ્નોની માહિતી માં મોટો ખુલાસો થયો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષ મા 29 જિલ્લાઓ ને એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળા ને મંજૂરી આપવામાં નથી આવી.

એક તરફ રાજ્યમાં સરકાર શિક્ષણને લઈ નવી નવી જાહેરાત કરે છે. બજેટમાં પણ મોટી રકમ ફાળવી રહી છે. ત્યારે વાસ્તવિક ચિત્ર કઈક અલગ જ જોવા મળ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષ મા 29 જિલ્લાઓ ને એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળા ને મંજૂરી આપવામાં નથી આવી. જ્યારે છેલ્લા બે વર્ષમાં નોન ગ્રાન્ટેડ 359 પ્રાથમિક તથા માધ્યમિક 136 શાળાઓને સરકારે મંજૂરી આપી છે.

કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ
રાજ્યના 29 જિલ્લાઓમાં બે વર્ષમાં એક પણ પ્રાથમિક કે માધ્યમિક શાળાની મંજુરી આપવામાં આવી નથી, જ્યારે નોન ગ્રાન્ટેડ (ખાનગી) 359 પ્રાથમિક શાળાઓ અને 136 માધ્યમિક શાળાઓની મંજુરી આપવામાં આવી છે. રાજ્યની ભાજપ સરકાર ગ્રાન્ટેડ શાળાઓને બદલે નોન ગ્રાન્ટેડ શાળાઓને મંજુરી આપીને લાખો રૂપિયાની ફી ઉઘરાવીને વાલીઓનું શોષણ થાય તેવી ખાનગી શાળાઓને મંજુરી આપે છે. રાજ્યની ભાજપ સરકારની નીતિ શિક્ષણનું વેપારીકરણ કરવાની રહી છે.

ADVERTISEMENT

બજેટમાં થઈ મોટી મોટી જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023 24ના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આ રીતે ભણશે બાળકો? અમદાવાદ શહેરમાંજ ધોરણ 1 થી 5 ના 965 શિક્ષકોની ઘટ

ADVERTISEMENT

અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષકોની ઘટ
અમદાવાદમાં ધોરણ 1 થી 5ના 388 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ છે. ગાંધીનગરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 133 ઘટ સામે આવી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 34 ઘટ સામે આવી છે. સરકારે ખુદ સ્વીકાર્યું છે કે, શિક્ષકોની ઘટ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT