જમિયતના વિશાળ કાર્યક્રમમાં ઝેરી ભાષણો, અન્ય ધર્મના તમામ સંતોએ ચાલતી પકડી
અમદાવાદ : જમીયત ઉલેમા-એ-હિન્દના અધિવેશનના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન અંગે ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદન અંગે જવાબ આપી રહ્યા હતા.…
ADVERTISEMENT
અમદાવાદ : જમીયત ઉલેમા-એ-હિન્દના અધિવેશનના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન અંગે ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદન અંગે જવાબ આપી રહ્યા હતા. જેમાં જવાબ આપતા આપતા એ એટલી હદ વટાવી ગયા કે, તત્કાલ અન્ય ધર્મના ધર્મગુરૂઓએ સ્ટેજ પરથી ચાલતી પકડી હતી. તેઓએ જણાવ્યું કે, હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું- તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ. તેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પધારેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.
દિલ્હીના રામલીલા મેદાનમાં જમિયતનું 34 મું અધિવેશન ચાલી રહ્યું છે
દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનના અંતિમ દિવસે મૌલાના મદનીએ ઝેર ઓકતા જણાવ્યું હતું કે, મેં પૂછ્યું કે જ્યારે કોઈ નહોતું. ત્યારે ત્યાં ન તો શ્રી રામ હતા, ન બ્રહ્મા હતા, ન તો શિવ હતા, જ્યારે કોઈ પણ નહોતું ત્યારે મનુ કોની પૂજા કરતા હશે? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે મનુ ઓમકારની પૂજા કરતા હતા. ઓમ કોણ છે? ઘણા લોકોએ કહ્યું કે તેનું કોઈ સ્વરૂપ કે રંગ નથી. તેઓ વિશ્વમાં દરેક જગ્યાએ છે. અરે બાબા, તેને અમે અલ્લાહ કહીએ છીએ અને તમે લોકો તેને ભગવાન કહો છો.
જૈનમુનિ લોકેશ મૌલાનાના નિવેદનનો ખુલીને વિરોધ કર્યો
જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ પ્રકારના અધિવેશનો યોજાઈ રહ્યા હોય છે. તેવામાં આ પ્રકારના આવા ઝેરી નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલતી પકડી હતી. ત્યાર બાદ અન્ય તમામ ધર્મના જેવા કે જૈન, બૌદ્ધ, શીખ સહિતના અલગ અલગ સંપ્રદાયના સંતોએ પણ ચાલતી પકડી હતી.
ADVERTISEMENT
સમગ્ર માનવજાતના ઇશ્વર ખુદા જ હતા
મૌલાના મદનીએ કહ્યું, ‘હઝરત આદમ જે પયગંબર હતા, સૌથી પહેલા તેઓ ભારતની ધરતી સૌપ્રથમવાર અવતર્યા હતા. જો તે ઇચ્છતા હોત, તો તેણે આદમને આફ્રિકા, અરેબિયા, રશિયામાં ઉતારી શક્યા હોત. જો કે આદમને દુનિયામાં લાવવા માટે ભારતની ભૂમિ જ પસંદ કરવામાં આવી હતી.
તમારા ઇશ્વર જેની પુજા કરતા હતા તે પણ અલ્લાહ જ હતા
મદનીએ કહ્યું- મેં મોટા ધર્મગુરુઓને પૂછ્યું કે અલ્લાહે ધરતી પર જે પહેલા માણસ મોકલ્યો હતો તે કોની પૂજા કરતા હતા. આદમ વિશ્વની અંદર એકલા હતા, તેમને શું કહો છો. લોકો જુદી જુદી વાતો કહે છે. ધર્મગુરુઓએ કહ્યું કે અમે તેને મનુ કહીએ છીએ, તો અમે તેને આદમ કહીએ છીએ, અંગ્રેજી બોલતા લોકો તેને એડમ કહે છે. અમે આદમના બાળકોને માણસ અને આ મનુના બાળકોને મનુષ્ય કહીએ છીએ.
ADVERTISEMENT
પયંગબરનું અપમાન ક્યારે પણ સહી શકાય નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આટલે જ નહી અટકતા મદનીએ કહ્યું કે, પયગંબરનું અપમાન મુસ્લિમો દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. મોહમ્મદ સાહેબ વિરુદ્ધ નિવેદનો આપવાથી લોકોએ બચવું જોઇએ અથવા ન આપવા જોઇએ. ભારતમાં હવે શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. જે યોગ્ય નથી. અન્ય ધર્મના પુસ્તકો લાદવા ન જોઈએ. આ બંધારણની મુળ ભાવના વિરુદ્ધનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT