દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં યુવકની તબિયત લથડી, પેસેન્જર ડૉક્ટરે 15 મિનિટમાં બચાવ્યો જીવ

Niket Sanghani

ADVERTISEMENT

દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં યુવકની તબિયત લથડી, પેસેન્જર ડૉક્ટરે 15 મિનિટમાં બચાવ્યો જીવ
દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં યુવકની તબિયત લથડી, પેસેન્જર ડૉક્ટરે 15 મિનિટમાં બચાવ્યો જીવ
social share
google news

વડોદરા: ફ્લાઈટમાં પેસેન્જરોની તબિયત લથડવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં અચાનક એક પેસેન્જરને ગભરામણ શરૂ થઈ અને પલ્સ રેટમાં ફેરફાર થતાં ફ્લાઈટમાં પેસેન્જરને બચાવવા માટે ક્રૂ મેમ્બર્સ સહિત એક ડૉક્ટર મહિલા પેસેન્જરે ફ્લાઇટમાં સારવાર શરૂ કરી. માંડ માંડ પેસેન્જરનો જીવ બચાવ્યો હતો.

સોમવારે દિલ્હી થી વડોદરા આવતી ફ્લાઇટમાં 36 વર્ષીય યુવકની અચાનક તબિયત લથડી હતી. આ દરમિયાન વડોદરાના સ્થેસિયોલોજિસ્ટ ડો. દિવ્યા માથુરે વ્યક્તિનો જીવ બચાવી લીધો છે. મિડ એર મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સામે આવતા ડો. દિવ્યા કે જે પેસેન્જર હતા તેમણે સમયસૂચકતા રાખી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. 36 વર્ષીય પેસેન્જરને અચાનક જ ગભરામણ થઈ અને લો પલ્સ રેટ સાથે ભારે પરસેવો છૂટી ગયો હતો. ડો. દિવ્યાના જણાવ્યા પ્રમાણે આ પેસેન્જરમાં હાર્ટ એટેકની શરૂઆતના લક્ષણો જોવા મળ્યા હતા.

તાત્કાલિક સારવારથી બચ્યો જીવ
પેસેન્જરની અચાનક તબિયત લથડી હતી. આ દરમિયાન પેસેન્જરને ગભરામણ થતી હતી અને તેના પલ્સ રેટ લો થતાની સાથે પરસેવો પણ છૂટ્યો હતો. ડો.દિવ્યાએ ત્યારપછી સારવાર શરૂ કરી અને જણાવ્યું કે પેસેન્જર હાઈપરટેન્શનથી પીડિત છે અને તે પોતાની દવા લેવાનું પણ ભૂલી ગયા છે.સેન્જરની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી હતી. ત્યારે સૌથી પહેલા તેની પલ્સ રેટ પર કાબૂ મેળવવાની જરૂર હતી. આ દરમિયાન ફ્લાઈટ સ્ટાફની મદદ લઈ ત્રિપલ સીટમાં પેસેન્જરને શિફ્ટ કરાયા હતા. જ્યાં તેમના મગજ શુધી લોહીનું પરિભ્રમણ થાય એના માટે તેના પગ અધ્ધર કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.યોગ્ય સમયે સારવાર મળી જતા દર્દીની સ્થિતિ ગંભીર થઈ નહોતી. તે ભાનમાં હોવાથી અમે કાર્ડિયાક મસાજ નહોતો આપ્યો. એટલું જ નહીં તેને અશક્તિ ન લાગે એના માટે અમે ORS અને જ્યૂસ આપી તેના પલ્સ રેટને નિયંત્રિત કર્યા હતા. આવી રીતે સતત ઉપચાર કરવાથી યુવક માત્ર 15 મિનિટની અંદર તો સાજો થઈ ગયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ કારણે બગડી તબિયત
ડોકટરે ફ્લાઈટમાં ચઢતા પહેલા પેસેન્જરે શું શું કર્યું હતું એની વિગતો માગી હતી. ત્યારે જાણવા મળ્યું કે 36 વર્ષીય પેસેન્જર શિમલાથી ચંદિગઢ અને પછી ત્યાંથી મોહાલી સુધી 18 કલાકની રોડ ટ્રિપ કરીને આવ્યા હતા. એટલું જ નહીં તિર્થનમાં ટ્રેકિંગ કરી દિલ્હીથી 4.30 વાગ્યે સવારે ફ્લાઈટ કેચ કરી હતી. યોગ્ય આરામ ન મળતા તેમની તબિયત લથડી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT