Surendranagar: ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, 4 લોકોના કરુણ મોત
Surendranagar Accient: સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. કારનું ટાયર ફાટી જતા સર્જાયેલી અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત 4 લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત ચારના ઘટના સ્થળે મોત
હરીપર ગામના પાટીયા પાસે ઇકો કારે પલટી મારતા સર્જાયો અકસ્માત
કારમાં સવાર ચાર લોકો બે મહિલા અને બે પુરૂષના ઘટના સ્થળે મોત
Surendranagar Accient: સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. કારનું ટાયર ફાટી જતા સર્જાયેલી અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત 4 લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. ઘટનાને લઈને પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડાયા છે.
લગ્નમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત
વિગતો મુજબ, ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદમાં લગ્ન પ્રસંદમાં હાજરી આપીને પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હરીપર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે જતી ઈકો કારનું ટાયર ફાટી ગયું હતું. આથી અચાનક કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર 5 લોકો પૈકી 4 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. મૃતકોમાં બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. 4માંથી 3 મૃતકો એક જ પરિવારના હોવાની પણ વિગતો મળી રહી છે.
એક જ પરિવારના 3 લોકોના મોત
અકસ્માતની જાણ થતા જ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને 108 તથા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર દોડી જઈને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. અકાળે એક જ પરિવારના 3 લોકોના મોત થઈ જતા પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT