SURAT માં તંત્રએ લાજશરમ નેવે મુકી, શ્રમીકોના મૃતદેહનો મલાજો પણ ન જાળવ્યો, પશુ જેવો વ્યવહાર
Surat News: શહેરના પલાસણામાં નવા વર્ષના દિવસે મોટી દુર્ઘટના બની હતી. પલાસણા-કડોદરા રોડ પર બલેશ્વર ગામની સિમમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં 4 શ્રમિકનાં ગૂંગળામણને કારણે મોત નિપજ્યું…
ADVERTISEMENT
Surat News: શહેરના પલાસણામાં નવા વર્ષના દિવસે મોટી દુર્ઘટના બની હતી. પલાસણા-કડોદરા રોડ પર બલેશ્વર ગામની સિમમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં 4 શ્રમિકનાં ગૂંગળામણને કારણે મોત નિપજ્યું હતું. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 20 ફૂટ ઉંડી ટાંકીની સાફ સફાઈ કરવા ઉતરેલા ચાર કામદારોનું ગુગળાઇ જવાના કારણે કરૂણ મોત નિપજ્યાં હતા.
ટેમ્પોમાં લઈ જવાયા મૃતદેહ
જે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ કામદારોના મૃતદેહોને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તો તમામ કામદારોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આ મૃતદેહોને શબવાહિની કે એમ્બ્યુલન્સના બદલે કોઇ માલસામાન હોય તે પ્રકારે ટેમ્પોમાં લઇ જવાયા હતા. એક શ્રમીકને જીવતા તો ક્યારેય ઇજ્જત નહોતી મળી પરંતુ મૃત્યુ પછી પણ આ તંત્રએ મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો. મૃતદેહને સફેદ કપડામાં ઢાકવાને બદલે આમનામ જ કોઇ સામાન હોય તે પ્રકારે મૃતદેહોને ટેમ્પોમાં લઇ જવાયા હતા.
કપડામાં કલરનું કામ કરે છે કિરણ ઇન્ડસ્ટ્રીઝ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં કપડાને રંગવાનું કામ થાય છે. આ કપડાનું કલર કામ કરવાની મોટી ઇન્ડસ્ટ્રી છે. જેના માટે તેના કલરવાળા પાણીનું રિસાઈકલ કરવામાં આવતું હોય છે. જેના માટે તે પાણી ટાંકીમાં ભરવામાં આવે છે. ટાંકીમાં કચરો વધુ જમા થાય ત્યારે શ્રમીકોને ટાંકી સાફ કરવા માટે અંદર ઉતારવામાં આવતા હોય છે. આ શ્રમીકો આ જ જમા થયેલો કચરો સાફ કરવા માટે ટાંકીમાં ઉતર્યા હતા. જો કે યોગ્ય સંસાધનો વગર જ ટાંકી સાફ કરવા માટે કંપનીએ ઉતાર્યા હતા. જે કંપનીની ગંભીર બેદરાકારી છે. જેના કારણે ચાર શ્રમીકોનાં મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT