SURAT માં મેહુલ બોઘરાએ PM સુરક્ષાના નામે થતી પોલીસની દાદાગીરીની પોલ ખોલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ટ્રાફીક બ્રિગેડના જવાન સાથે માથાકુટ થયા બાદ મેહુલ બોઘરા સારવાર બાદ થોડા સમય માટે લાઇમલાઇટથી દુર હતા. તેઓ રાજનીતિમાં આવવાની જાહેરાત બાદ રાજનીતિમાં નહી આવવાનું ફેરવી તોળ્યું હતું. જો કે મેહુલ બોઘરાએ પોતાના લોકોપયોગી કામ છોડ્યા નહોતા. આજે પીએમના બંદોબસ્તના નામે પોલીસ દ્વારા કરવામાં આવતી અતીનો વિરોધ કરીને ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બની ગયા હતા.

PM પોતાની પાર્ટીનો પ્રચાર કરવા આવી રહ્યા છે, લોકોપયોગી કામ માટે નહી
મેહુલ બોઘરાએ આજે લાઇવ કરીને જણાવ્યું કે, પીએમનો રોડશો સાંજનો છે પરંતુ પોલીસ અને કોર્પોરેશન દ્વારા રોડ શોના નામે અત્યારથી બેરિકેડિંગ કરીને લોકોને બાનમાં લીધા છે. સેંકડો લોકોના ધંધા રોજગાર બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. પીએમ કોઇ લોકોપયોગી કામ માટે નથી આવી રહ્યા. પોતાની પાર્ટીના પ્રચાર માટે આવી રહ્યા હોય ત્યારે 30 કિલોમીટર જેટલા લાંબા વિસ્તારમાં લોકોને બાનમાં લેવાનો કોઇ અર્થ નથી.

ADVERTISEMENT

પીઆઇ પોતે આવીને બેરિકેડના બાંબુને હટાવ્યા હતા
બોઘરની લાઇવની અસર હોય કે ગમે તેમ હોય પીઆઇ પોતે આવ્યા હતા. અહીં તેમણે લોકોને કોમ્પલેક્ષમાં જવામાં તકલીફ પડી રહી છે તેવું જણાવ્યું હતું. જેથી પીઆઇએ બેરિકેડિંગ હટાવડાવ્યું હતું. પીઆઇએ પોતે ત્યાં રહેલા બેરિકેડને હટાવ્યા અને લોકોને જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો. આ પ્રકારે મેહુલ બોઘરાએ વધારે એક વખત PM બંદોબસ્તના નામે ચરી ખાતા આળસુ તંત્રની પોલ ખોલી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, 3 દિવસ પહેલાથી જ આ સમગ્ર વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો છે. જેથી પોલીસ પોતાને છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય તે માટે લોકોના ત્રણ દિવસના ધંધા રોજગાર બગાડી નાખ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT