સુરતમાં ભાજપના કાર્યકર્તાએ સરકારી સ્કૂલમાં નોકરી અપાવવાના બહાને કરી છેતરપિંડી, હવે થયા આવા હાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: થોડા દિવસ પહેલા સુરત શહેરની એક મહિલા ભાજપની કાર્યકર્તાએ ધર્મ યાત્રા કરાવવાના વાહને લોકો પાસેથી પૈસા ઉઘરાવીને ચીટીંગ કર્યું હતું.એ મહિલા કાર્યકર્તા અને એમ ના પુત્ર સામે સુરત શહેરના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનો મા ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે સુરત શહેર ના વધુ એક ભાજપ કાર્યકર્તા અને એમની પત્ની સામે સરકારી સ્કૂલમાં નોકરી અપાવવા ના નામે ચિટિંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

સુરતમાં ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા ભાજપની મહિલા નેતા જય શ્રીબેન અને એના પુત્ર અજય એ સુરત શહેરના ખટોદરા, અઠવા અને અડાજન વિસ્તારમાં રહેતા વડીલો પાસેથી તીર્થયાત્રા લઈ જવાના બહાને ચીટીંગ કરી હતી એ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને હવે ફરીથી સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકર્તા હિતેશ પરાતે અને એમની પત્ની પાર્વતી એ જુનેદખાન નામના વ્યક્તિ સાથે સરકારી સ્કૂલમાં સરકારી નોકરી અપાવવાના બહાને 15 લાખ રૂપિયાની ચીટીંગ કરી છે. સુરત મહાનગર અને ગુજરાતમાં શાસન કરનારી ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ અલગ અલગ  બહાને લોકો સાથે ચેટિંગ કરી રહ્યા હોવાના મામલાઓ સામે આવી રહ્યા છે.

નોકરી અપવવાના બહાને કરી છેતરપિંડી
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા અને ભાજપાના સક્રિય કાર્યકર્તા હિતેશ પરાતે અને એમની પત્ની પાર્વતીબેન પરાતે મળીને લિંબાયત વિસ્તારમાં રહેતા જુનેદખાન ની સાથે સરકારી સ્કૂલમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરી છે .છેતરપિંડી કરવા માટે ભાજપના કાર્યકર્તા હિતેશ પરાતે અને એની પત્ની પાર્વતી બેને ગાંધીનગરના   ખાતેના એક ખોટુ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનને લઈ સાંસદ મોહન કુંડારીયાનું મોટું નિવેદન, જાણો ક્યારે મળશે રાજકોટને ટ્રેન

નોકરી આપવાની લાલચે કરી છેતરપિંડી
પરાતે દંપતીએ ફરિયાદી જુનેદખાનના Whatsapp પર એક મેરીટ લીસ્ટ  મોકલ્યું હતું. જેમાં જુનેદખાનનું નામ સામેલ હતું.આ પ્રકારે આ બંને પતિ-પત્નીએ સરકારી સ્કૂલમાં નોકરીએ અપાવાની લાલચ આપી છેતરપિંડી કરી છે.આ બાબતે હિતેશ પરાતેની લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એમની પત્નીને પોલીસ શોધી રહી છે.સુરત શહેર પોલીસના ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે આ દંપતીએ બીજા લોકો સાથે પણ છેતરપિંડી કરી છે.હાલ કુલ 15, 68,000 રરૂપિયાની છેતરપીડી ની ફરિયાદ દાખલ કરવાં મા આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT