વિપુલ ચૌધરીના સમર્થનમાં અગ્રણી વિવેક ચુક્યા, તમારુ કમલમ્ બમલમ્ ઉખાડી ફેંકીશું
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકોનું સંમેલન ઉમટ્યું હતું. અર્બુદા…
ADVERTISEMENT
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકોનું સંમેલન ઉમટ્યું હતું. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે સ્ટેજ પર ખુરશી મુકીને તેના પર વિપુલ ચૌધરીની પાઘડી મુકવામાં આવી હતી.
અર્બુદા સેના દ્વારા જેલભરો આંદોલનનું બ્યુગલ ફુંકાયુ
જો વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે તો અર્બુદા સેના દ્વારા ધારણા તેમજ જેલભરો આંદોલન યોજવા સહિતના મુદ્દાઓ પર રણનીતિ ઘડવામાં આવી હતી. જો કે બનાસકાંઠા અર્બુદા સેનાના અધ્યક્ષ સરદાર ચૌધરીએ કમલમ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, તમારૂ કમલમ બમલમ બધુ ઉખાડીને ફેંકીશું.
વિપુલ ચૌધરીના સમર્થનમાં સમગ્ર ગુજરાતના ચૌધરી સમાજને એકત્ર કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીના સમર્થનમાં સમગ્ર ઉત્તરગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે. આ મહાસંમેલન દ્વારા વિપુલ ચૌધરીને છોડાવવા અને સમગ્ર ચૌધરી સમાજને એક કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આવતી કાલે સાબરકાંઠાના અરવલ્લી ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન આયોજિત કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT