સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે હત્યા મામલે પરિવારે સ્વીકાર્યા મૃતદેહો, પોલીસનું પીડિત પરિવાર સાથે થયું સમાધાન
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: જિલ્લાનાં સમઢીયાળામાં જૂથ અથડામણનો મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ તરફ ઘટનાનાં 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર…
ADVERTISEMENT
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: જિલ્લાનાં સમઢીયાળામાં જૂથ અથડામણનો મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ તરફ ઘટનાનાં 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. પોલીસે દલિત સમાજની માંગ સ્વીકારતા 40 કલાક બાદ પરિવારે બંને મૃતદેહનો સ્વીકાર કર્યો છે. સ્વીકાર્યા
સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે બે દલિતોની હત્યાના બનાવ માં 40 બંને પિતરાઈ ભાઈઓના મૃતદેહ પરિવારજનોએ સ્વીકાર્યા હતા. ત્યારે પોલીસ વિભાગે પરિવારની તમામ માંગણીઓ સ્વીકારી હતી. હત્યાના પાંચ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જામનગર જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગરની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોને સ્વબચાવ માટે હથિયાર પરવાના આપવા સહિતની અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવી હતી.
SIT ની રચના કરવામાં આવી
આ મામલે પોલીસ તંત્રમાં પણ સોંપો પડી ગયો હતો. કેસની તપાસ માટે SITની રચના કરી હતી. અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
શું હતી ઘટના?
ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં સ્થાયી પારૂલબેન પરમાર જૂના વાડજ ખાતે રહે છે. બુધવારે સવારે પોતાના ગામમાં ગયા હતા. અહીં તેમની સાથે બે દિયર તથા બે દેરાણી હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને વાડીઓ ગયા અને પરત ફરતા સમયે અમરાભાઈ ખાચર, નાગભાઈ ખાચર સહિત 8 લોકો તથા અન્ય 15 લોકોનું ટોળું ધારિયા અને લાકડી લઈને તૂટી પડ્યું હતું અને તમામને માર માર્યો હતો. સાથે પારૂલબેનના બે નાના દીયર આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા જબરજસ્તી પડાવી લીધા હતા. બંને ભાઈઓને હુમલામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના વડીલોની જમીન આરોપીઓ પચાવી પાડવા માગતા હતા અને અવારનવાર તેમને ધાકધમકી આપતા હતા. આ અંગે પરિવારે 6 જુલાઈ 2023ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટરને અરજી પણ આપી હતી અને તેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો.
ADVERTISEMENT