RAJKOT માં રિક્ષા ચાલક એરપોર્ટમાં પ્લેન સુધી પહોંચી જતા હડકંપ, સુરક્ષા સામે સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટના એરપોર્ટ પર ખુબ જ ગંભીર ઘટના બની હતી. રાજકોટના એરપોર્ટ પર વીઆઇપી ગેટ પરથી એક રિક્ષા ચાલક છેક રનવે સુધી ઘુસી આવ્યો હતો. છેક ઉભેલી ફ્લાઇટની નજીક સુધી પહોંચી ગયો હતો. જો કે CISF જવાનોની તકેદારીના પગલે રિક્ષા ચાલક પ્લેનથી થોડે દુર જ અટકાવી દેવામાં આવ્યો હતો. જવાનો દ્વારા તત્કાલ તેને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જો કે પ્રાથમિક રીતે તે ચિક્કાર રીતે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ એરપોર્ટ પર વીઆઇપી ગેટ તોડીને રિક્ષા ચાલક ઘુસ્યો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટ એરપોર્ટ પર વીઆઇપી ગેટ આવેલો છે. અહીંથી વીઆઇપી આવન જાવન દરમિયાન આ ગેટનો ઉપયોગ થતો હોય છે. આ ગેટ પરથી સીધો જ રન વે આવતો હોય છે. તેવામાં જો આ ગેટ પરથી જો તમે ઘુસો તો સીધો જ રનવે આવી જતો હોય છે. તેવામાં રિક્ષા ચાલક વીઆઇપી ગેટ તોડીનો સીધો જ રનવે સુધી પહોંચી ગયો હતો. આ રનવે પર ફ્લાઇટ પણ ઉભેલી હતી. તેની નજીક સુધી રિક્ષા સાથે પહોંચી ગયો હતો. જો કે સીઆઇએસએફ જવાનોની સતર્કતાને કારણે તેને થોડે દુરથી જ પકડી લેવામાં આવ્યો હતો.

સમગ્ર શહેરી વિસ્તારમાં ઘટનાને પગલે હડકંપ મચી ગયો
રિક્ષા ચાલક પકડાયો ત્યારે તે ખુબ જ પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું હતું. જો કે રિક્ષા સીધી જ રનવે અને પ્લેનની નજીક સુધી પહોંચી ગયું હતું. જેના કારણે હડકંપ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત, એસઓજી, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ, ફાયરનો કાફલો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સીઆઇએસએફના જવાનોએ પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. રિક્ષા ચાલકને પોલીસને સોંપી દેવાયો હતો. બીજી તરફ રિક્ષાની તપાસ ચલાવાઇ હતી. જો કે તેમાંથી કાંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT