RAJKOT માં કોંગ્રેસી નેતા વસોયાએ કહ્યું AAP ને નહી ભાજપને જ મત્ત આપજો…
રાજકોટ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહેવાનાં છે. જો કે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહેવાનાં છે. જો કે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત વસોયા દ્વારા એક વિચિત્ર કહી શકાય તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી જ ભાજપને મત આપવા માટેની અપીલ કરી હતી.
આપને આપો એના કરતા સીધો ભાજપને જ મત આપજો
લલિત વસોયાએ જણાવ્યું કે, જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે.
कांग्रेस के वर्तमान धारासभ्य श्री ललित वसोया जी आज कांग्रेस के मंच पर खड़े रहकर भाजपा को वोट देने की बात कर रहे हैं। अंतरात्मा की आवाज…….. pic.twitter.com/gqms5IrA0X
— Dr.Yagnesh Dave (@YagneshDaveBJP) November 6, 2022
ADVERTISEMENT
લલિત વસોયા પોતાની વાકપટુતાના કારણે ચર્ચિત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિવેદન બાદ થોડા સમય માટે મંચ પર હાજર નેતાઓ પણ વિચારમાં પડી ગયા હતા. જો કે વસોયા પોતાની વાકપટુતાના કારણે જાણીતા છે. લાંબા સમયથી તેઓ ભાજપમાં જોડાય તેવી લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેઓ એક પીઢ રાજનેતા છે. તેઓ હંમેશાથી જ દરેક પક્ષનાં નેતાઓ સાથે સારા સંબંધો રાખે છે. પરંતુ પોતાની અને પક્ષની માનસિકતાને પણ એટલી જ મજબુતીથી વળગી રહે છે.
ADVERTISEMENT