RAJKOT માં કપલને એકાંતમાં જોઇ પોલીસ જવાને યુવતીનો નંબર માંગીને એવો કાંડ કર્યો કે…

ADVERTISEMENT

Rajkot Police Jawan
Rajkot Police Jawan
social share
google news

રાજકોટ : લોકોના રક્ષણ માટે પોલીસ ફોર્સની રચના કરવામાં આવી છે. જો કે આ પોલીસ ફોર્સ કેટલી સારી રીતે લોકોની સેવા કરે છે તે અંગે લગભગ દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. જો કે હાલમાં જે કિસ્સો પ્રકાશમાં આવ્યો તે તો ખુબ જ ચોંકાવનારો છે. રાજકોટમાં સામે આવેલી ઘટનામાં રાજકોટ પોલીસ દ્વારા એક તબીબ યુવક અને યુવતી સાથે ગેરવર્તણુંક કરી છે. મામલો છેક કમિશ્નર સુધી પહોંચ્યો છે. માધ્યમોમાં આવવાને કારણે પહેલાથી જ અત્યંત આબરૂદાર ગુજરાત પોલીસની આબરૂમાં વધારે ચાર ચાંદ લાગી ગયા છે. ગુજરાત પોલીસની યશ કલગીમાં એક વધારે છોગું આ પોલીસ જવાને ઉમેરી દીધું છે.

રાજકોટ ન્યારીડેમ વિસ્તારમાં પીસીઆર જવાનની કાળી કરતુત
રાજકોટના ન્યારી ડેમ વિસ્તાર PCR વાનમાં આવેલા પોલીસ કર્મચારી દ્વારા યુવતી સાથે ગેરવર્તણુંક કરવામાં આવી છે. ન્યારી ડેમ પાસે પોતાના મિત્ર સાથે ફરવા માટે આવેલી યુવતી અને તેના મિત્રને પોલીસ જવાને ધમકાવ્યા હતા. ત્યાર બાદ બંન્નેના નંબર લીધા હતા. ત્યાર બાદ બંન્નેને જવા દઇને પોલીસ જવાને થોડા સમય બાદ ફોન કરીને યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. યુવતી પાસે અઘટીત માંગ કરી હતી. જો તે આ માંગને નહી માને તો તેના પરિવારના લોકોને જાણ કરશે અને તેને બદનામ કરીને તેનું જીવન અને કારકિર્દી બંન્ને ખરાબ કરી નાખશે તેવી ધમકી આપી હતી.

યુવતીએ બહાદુરી બતાવતા કરતુત ઉઘાડી પડી
જો કે યુવતીએ બહાદુરી પુર્વક ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસની આબરૂના ધજાગરા થતા જોઇને ડીસીપી દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે તપાસ કમિટી રચી હતી. જો કે તપાસ કમિટીનો રિપોર્ટ પણ મોટાભાગની ઘટનાઓમાં આવે છે એ પ્રકારે જ આવશે. જો કે હાલ તો આ પોલીસ જવાન ઉઘાડો પડી ગયો છે. જો કે પોલીસ અધિકારી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ સાંત્વના આપી છે. જો તપાસ સમિતીના રિપોર્ટમાં જવાબ દોષીત સાબિત થાય તો કડક કાર્યવાહી કરશે તેવા ખાંડા ખખડાવ્યા હતા. જો કે હાલ તો યુવતીના પરિવાર દ્વારા આ અંગે તત્કાલ અસરથી આ જવાનને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT