રાજકોટમાં ભાજપના નેતાએ પોલીસ સ્ટેશન નજીક કર્યું હવામાં ફાયરિંગ, ઉઠયા અનેક સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં ફાયરિંગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લગ્ન પ્રસંગ હોય કે ખાલી રોફ જમાવવાની વાત હોય, જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવે છે. ફાયરિંગની આવી એક ઘટના ફરી રાજકોટમાં ઘટી છે. ભાજપના નેતાએ પોલીસ સ્ટેશનની નજીક હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની વાત સામે આવી રહી છે.

રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા પોલીસ સ્ટેશન નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જાહેર શૌચાલય તેનો કર્મચારી બંધ કરી રહ્યા હતા, ત્યારે શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં આવી ચડ્યો હતો અને સૌચાલયના કર્મચારી સાથેઉશ્કેરાઈ અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી
બીજી તરફ જાહેરમાં હવામાં થયેલા ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન નજીક ઘટી હોવાથી પોલીસ પણ ઘટના સથેલે પહોંચી અને તમામ આરોપીઓની અટકાયત પણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે અવાર નવાર પિસ્તોલથી રોફ જમાવવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપના નેતા પર દાખલારૂપ કાર્યવાહી થાય છે કે નહીં?

ADVERTISEMENT

હથિયાર કબજે કરવામાં આવ્યું
આ ઘટનામાં ભક્તિનગર પોલીસ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ તપાસ કરાવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત સુધી ડીસીપી ઝોન વન અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT