મહીસાગરમાં પાકને બચાવવા જગતનો તાત ઠંડીમાં ઠુઠવાવા બન્યો મજબૂર, જંગલી પશુઓના ત્રાસથી છે ત્રાહિમામ

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર:   જિલ્લાના ખેડૂતો  જંગલી ભૂંડ અને નીલ ગાય ના કારણે ત્રસ્ત થઈ રહ્યા છે.  સમગ્ર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલ ઉભો પાકને કકડતી ઠંડીમાં  બચાવવા માટે પરેશાન થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ ઉભા પાકને  જંગલી ભૂંડ અને નીલ ગાય  નુકશાન પહોચાડી રહ્યા છે. જેના કારણે પાક બચાવવા ખેડુતો દ્વારા સાડી અને લાકડાના સેડ દ્રારા કરવામાં આવે છે. અને નિલગાય તેમજ જંગલી ભૂંડથી ઉભા પાકને બચાવવા અભેદ કિલા બંધી કરવામાં આવે છે
નિલગાય તેમજ જંગલી ભૂંડ થી ઉભા પાકને બચાવવા ખેડૂતોએ તારની વાડ માટે વન વિભાગને જાણ કરવા છતા દીવા તળે અંધારું જેવી સ્થિતિ છે. જેથી લાચાર ખેડુતોની વેદનાં એ છે કે  કડતી ઠંડીમા પણ રાત્રી દરમીયાન પાકના રક્ષણ માટે  ખેતરમા રહેવા મજબૂર બન્યા છે.
અનેક નુસ્ખા અજમાવે છે ખેડૂત 
મહીસાગર પંથકમાં ખેડૂતો દ્વારા તૈયાર કરેલ ઉભા પાકને નીલગાય ભુંડ અને અન્ય પ્રાણીઓ નુકશાન કરતા હોય છે.  અ  આથી આવા પ્રાણીઓથી બચાવવા ખેડૂતવર્ગ દ્વારા જાત જાતના નુસ્ખા કરવામાં આવતા હોય છે ખેડૂતો દ્વારા સાડીની વાડ બનાવતા હોય છે.  અને જેના કારણે પશુઓની નઝરમાંના આવે આ ઉપરાંત કેટલેક ઠેકાણે ખેડૂતો દ્વારા પ્લાસ્ટીકની કોથળીઓ બાંધી રાખતા હોય છે. જેથી પવન આવે ત્યારે તેના અવાજને કારણે પણ પશુઓ આવતા અટકે.  તો કેટલાક ખેડૂતો દ્વારા આબેહુબ માણસ જ લાગે તેવા ચાડીયા ખેતરમાં ઉભા કરતા હોય છે. ઘણા બધા નુસ્ખાઓ કર્યા બાદ પણ નીલગાય અને ભુંડના રંજાડ ચાલુ જ રહેતો હોય છે.
રવિપાકનું છે વાવેતર 
હાલમાં રવિપાકની સીઝનમાં ઘઉ, મકાઇ જેવા પાકોનું વાવેતર કર્યુ છે.  ત્યારે વનવિભાગ દ્વારા નીલગાય દ્વારા ખેડૂતના પાકને  નુકશાનના થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે તે જરુરી બન્યુ છે. નીલગાય અને ભુંડના ત્રાસથી પાકને બચાવવા માટે ખેડૂતો દ્વારા જાતજાતના નુસ્ખાઓ અજમાવામાં આવી રહયા છે.   ખેતરને ફરતે સાડીની વાડ કરીને પાકને રક્ષણ માટે ખેડૂત દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT