Nadiad : ચાઇનીઝ દોરીએ લીધો 25 વર્ષીય યુવતીનો જીવ, તંત્ર ઉંઘતુ ઝડપાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Nadiad news today : ઉતરાયણને હજુ એક અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે અત્યારેથી ચાઇનીઝ દોરીનો કાળ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. આજે નડિયાદમાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો ભોગ લીધો છે. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની આ ઘટના બની હતી.

25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું

ચાઈનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે, આમ છતા પણ પોતાની પતંગ કોઇ ન કાપી શકે તેવી ઘેલછાને કારણે લોકો ચાઇનીઝ દોરી ખરીદતા પણ હોય છે અને વેપારીઓ વેચતા પણ હોય છે. ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના તહેવાર દરિમયાન અનેક લોકોના ભોગ લેવાય છે. તો આજે નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. યુવતી એક્ટિવા પર ઘરેથી કામ કરવા જઈ રહી હતી આ દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતીનું ગળું કાપતાં તેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ યુવતીને સારવાર મળે એ પેહલાજ યુવતીનું મોત થયું હતું.

વડોદરામાં પણ ચાઇનીઝ દોરીથી યુવકનું મોત નીપજ્યું હતું

હજુ થોડા દિવસ પહેલા જ વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. જ્યારે અમદાવાદમાં એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરામાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો લીધો હતો. વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 30 વર્ષના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. નવાપુરા વિસ્તારમાં રબારીવાસ પાસે આ કરૂણ ઘટના બની હતી. બાઇક પર જઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીના કારણે મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

અમદાવાદમાં પણ એક યુવક ગંભીર રીતે થયો હતો ઘાયલ

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ગળાના ભાગે દોરી વાગતા કિશોરને થઇ ઇજા પહોંચી હતી. ટુ વ્હીલર પર આગળ કિશોર બેઠો હતો. જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાયણ નજીક આવતા જ દોરી વાગવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ચાઈનીઝ દોરી લોકો માટે જીવલેણ બની છે.

    follow whatsapp

    ADVERTISEMENT