મોરબીમાં સીટી બસ કોન્ટ્રાકટર જ કરી રહ્યા હતા ખુલ્લેઆમ વીજચોરી, PGVCLએ કર્યું આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ અંબાલિયા, મોરબી: શહેરમાં સીટી બસ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ચારેક માસથી ખુલ્લે આમ વીજ ચોરી કરવા માં આવી રહી હોવાનો મામલો સામે આવતા વિજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગેરકાયદે લેવામાં આવેલ વિજ કનેક્શન દૂર કરવામાં આવ્યું છે. મોરબીમાં એક બાજુ વીજ બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સીટી બસ કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે વિજ કનેક્શન લઈને વિજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. PGVCL  દ્વારા ઘરની ધોરાજી ચલાવતા કોન્ટ્રાક્ટરનું ગેરકાયદે લેવામાં આવેલ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.

મોરબીના ગાંધીચોકમાં પાલિકાના પાર્કિંગમાં કન્ટેનરમાં સીટી બસની ઓફિસ શરૂ કરી કોન્ટ્રાકટર દ્વારા થાંભલેથી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન મેળવી ખુલ્લેઆમ વીજચોરી કરવામાં આવતી હોવાનું વિજ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. આજે સવારે પીજીવીસીએલની ટીમે ગાંધીચોકમાં પહોંચી ગેરકાયદે લેવામાં આવેલ વીજ કનેક્શન દૂર કરી કોન્ટ્રાક્ટર ને દંડ ફટકારવા કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા ચારેક માસથી ખુલ્લેઆમ વીજચોરી થઈ રહી હતી 
સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા પાલિકા કચેરીની સામે આવેલ પાર્કિંગમાં સીટી બસનો ડેપો શરૂ કરી પાલિકા કે અન્ય કોઈ જવાબદાર વહીવટી તંત્રની મંજૂરી વગર એક કન્ટેનરમાં એર કંડીશનર સહિતની સુવિધાઓ સાથેની ઓફિસ શરૂ કરવામાં આવી હતી. અહીં ડાયરેક્ટ વીજ કનેક્શન મેળવી છેલ્લા ચારેક માસથી ખુલ્લેઆમ વીજચોરી કરવામાં આવતી હતી. વિજ વિભાગના ધ્યાનમાં આ ગેરકાયદે કનેક્શન આવતા PGVCL હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે લેવામાં આવેલ સીટી બસ કોન્ટ્રાક્ટરની ઓફિસનું કનેક્શન દૂર કરવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે વીજ વિભાગ આ કોન્ટ્રાક્ટરને કેટલો દંડ ફટકારે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT