આ લુખ્ખાઓના માં-બાપને પણ શરમ નહી આવતી હોય? તમે પણ કહેશો થું-થું
અમદાવાદ: શહેરની L.D આર્ટ્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની દાદાગીરીનો ખુબ જ શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કોલેજમાં સામાન્ય મસ્તી કરતી હોય છે. જો કે આ…
ADVERTISEMENT

અમદાવાદ: શહેરની L.D આર્ટ્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની દાદાગીરીનો ખુબ જ શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કોલેજમાં સામાન્ય મસ્તી કરતી હોય છે. જો કે આ સીસીટીવી જોઇને તમે આ લુખ્ખા અને અસામાજિક તત્વો પર ફિટકાર વરસાવશો. ન માત્ર આવા લુખ્ખા તત્વો પરંતુ તેના માતા-પિતાના ઉછેર સામે પણ સવાલો પેદા થાય છે. એલડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પર હિરોગીરી બતાવવા માટે જીવલેણ હૂમલો કર્યો હતો. આ ઉપરાંત કેબિનમાં પણ તોડફોડ કરી અને ખુરશીઓ પણ ફેંકી હતી. આ વિદ્યાર્થી NSUI સાથે જોડાયેલો છે.
NSUI ના નામે સમગ્ર કોલેજમાં અરાજકતા વ્યાપી ગઇ છે
LD કોલેજમાં અર્જૂન રબારી, ઝીલ રબારી અને આકાશ રબારી નામના વિદ્યાર્થી સામે અનેક ફરિયાદો થઇ હતી. પ્રધ્યાપકો સાથે લુખ્ખાગીરી કરવા સહિતની અનેક ફરિયાદો થઇ હતી. જો કે પ્રિન્સિપાલ આ લોકોની કારકિર્દી ખરાબ ન થાય તે માટે માફી પત્ર લખાવીને જતુ કરતા હતા. જો કે આ દયાને ડાકણ ખાય તે પ્રકારે આ જ વિદ્યાર્થીઓની હિંમત ખુલતી ગઇ અને આખરે તે લોકોએ હદ વટાવી. પ્રિન્સિપાલની ઓફીસમાં ઘુસીને દાદાગીરીકરી હતી.
છરી દેખાડીને વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલને ડરાવતા હતા
આ લુખ્ખાઓ ક્લાસમાં પણ છરી લઇને આવતા હતા અને છરી દેખાડીને વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલને પણ ડરાવતા હતા. મહિલા અધ્યાપકને ચાલુ ક્લાસે દરવાજા બંધ કરીને પુરી દેતા હતા. બિલ્ડિંગમાં ગમે ત્યા ગાળો લખતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા પ્રોફેસર ભણાવી રહ્યા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સાથે તેમને વર્ગખંડમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓ પૈકી અર્જુન રબારી LD કોલેજનો ઉપપ્રમુખ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT