KUTCH માં વિશાળ ભેખડ ધસી પડતા ત્રણ શ્રમીક દટાયા, એકનું મોત
કચ્છ : જિલ્લામાં એક ખુબ જ હ્રદય દ્રાવક ઘટના બની છે. જેમાં ખનન દરમિયાન જીવલેણ દુર્ઘટના બની હતી. ખનન દરમિયાન વિશાળ ભેખડ ધસી પડતા ત્રણ…
ADVERTISEMENT
કચ્છ : જિલ્લામાં એક ખુબ જ હ્રદય દ્રાવક ઘટના બની છે. જેમાં ખનન દરમિયાન જીવલેણ દુર્ઘટના બની હતી. ખનન દરમિયાન વિશાળ ભેખડ ધસી પડતા ત્રણ મજુરો અંદર દટાયા છે. એક મૃતદેહ મળી આવ્યો છે અને હજી પણ બે મૃતદેહો અંદર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યા છે.
કચ્છના ખાવડા નજીક પૈયાના ગામે ખનન ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં એક હિટાચી મશીન અને ત્રણ જેટલા ટ્રક દટાઇ ગયા હતા. જે ત્રણેય વાહનોના ડ્રાઇવર અંદર દબાઇ ગયા હોવાની આશંકા છે. હાલ તો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જો કે આ ખનન કાયદેસર રીતે ચાલી રહ્યું હતું કે બિનકાયદેસર રીતે તે અંગે પણ અહેવાલો સામે આવ્યા નથી. હાલ તો ઘટના અંગે તાગ મેળવવાના પ્રયાસો ચલાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT