ખેડબ્રહ્મામાં નશામાં ભાન ભૂલ્યો યુવક, હોળીની અગ્નિમાં હોમી દીધી કાર; લોકોમાં મચી ભાગદોડ

ADVERTISEMENT

youth burnt a car in Holi fire
નશામાં ચૂર કારચાલકે હોળીમાં હોમી કાર
social share
google news

સાબરકાંઠામાં એક શખ્સ નશામાં ભાનભૂલ્યો હતો, તેણે હોલિકા દહન દરમિયાન પોતાની કારને સળગતી હોળીમાં નાખીને સળગાવી દીધી હતી. આ બનાવને પગલે ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કાર સીએનજી હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

મેત્રાલ ગામે બન્યો બનાવ

પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે ગતરોજ હોલિકાનું દહન કરવામાં આવી રહ્યું હતું. ગામના લોકો હોળીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક શખ્સ અચાનક કાર લઈને અહીં પહોંચ્યો હતો અને પોતાની કારને સળગતી હોળીમાં મુકીને પોતે કારમાંથી ઉતરી ગયો હતો.

યુવકે કાર સળગાવી દીધી

આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, યુવકે પોતાની કારને સળગાવી દેતા બધા ચોંકી ઉઠ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે યુવક નશામાં ચૂર હતો, તેણે હોળીના દિવસે પોતાની કારની જ હોળી કરી નાખી.

આ પણ વાંચો

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT