BJP પોતાની રેલીમાં સરકારી કર્મચારીઓને લઇ જાય છે, નાગરિકોને રઝળતા મુકી દે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : BJP ની વિકાસયાત્રા કાર્યક્રમમાં જિલ્લા સેવા સદનના સ્ટાફને કામકાજ માટે મોકલવામાં આવે છે. જેના કારણે સરકારી કચેરીઓમા કર્મચારીઓ હાજર નથી હોતા જેના કારણે સામાન્ય લોકોનાં કામ અટકી પડે છે. જુનાગઢના ભેસાણ તાલુકામાં આવી ઘટના થઇ હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. આપે કહ્યું કે, તાલુકા સેવા સદન અને એક્ઝીક્યુટીવ ઓફીસ બિલકુલ ખાલી છે. તમામ કર્મચારીઓ જીહજુરી કરવા માટે ગયા છે અને પ્રજા પરેશાન છે. હવે લોકો જાગૃત થયા છે જેનું પરિણામ આગામી ચૂંટણીમાં જોવા મળશે.

ભાજપની વિકાસયાત્રામાં તમામ કર્મચારીઓને બિનઅધિકારીક રીતે મોકલાય છે
અત્રે નોંધનીય છે કે, જુનાગઢ જિલ્લામાં ભાજપની વિકાસયાત્રા અનુસંધાને અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સરકારી કાર્યાલયના કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવે છે. એવી સ્થિતિમાં સરકારી ઓફીસમાં કોઇ કર્મચારી નહી હોવાનાં કારણે લોકોને કચેરીના ધક્કા ખાવા પડે છે. અહીં આવતા લોકો સામાન્ય રીતે દાખલા, આધારકાર્ડ, ઇધારા પ્રોજેક્ટ, મનરેગા, વિધવા પેંશન જેવા કામો માટે ગામડાઓથી આવે છે. જો કે ઓફીસમાં કોઇ જ નથી હોતું.

હવે એ દિવસ દુર નથી જ્યારે સરકારને લોકો આંગળી પકડીને કાઢી મુકે
આ અંગે આપના ઉપપ્રમુખે કહ્યું કે, સરકારી અમલદાર અને કર્મચારી ભાજપના નેતાઓની વાહવાહી અને જીહજુરી કરવા પહોંચી જાય છે જ્યારે અહીં દુર દુરથી પહોંચેલા લોકો પરેશાન થઇ રહ્યા છેતેની સરકારને પરવાહ નથી. સરકારને પોતાની વાહવાહીમાં રસ છે. જો કે હવે એ દિવસ દુર નથી જ્યારે લોકો આ સરકારને આંગળીએ પકડીને કાઢી મુકશે. લોકો હવે કુબ જ સ્માર્ટ બની ચુક્યાં છે. લોકોની પીડાનો સામનો હવે લોકોએ કરવો પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT