ગુજરાતમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક, હિંમતનગરમાં 21 વર્ષના યુવકનું અચાનક હૃદય બેસી ગયું
Heart Attack News: ગુજરાતમાં રોજે રોજ હાર્ટ એટેકથી યુવાનોના મોતની ખબર સામે આવી રહી છે. જેના કારણે લોકો પણ હવે ચિંતિત થઈ ગયા છે. હાલમાં…
ADVERTISEMENT
Heart Attack News: ગુજરાતમાં રોજે રોજ હાર્ટ એટેકથી યુવાનોના મોતની ખબર સામે આવી રહી છે. જેના કારણે લોકો પણ હવે ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ અમદાવાદમાં હોટલમાં અંગતપળો માણતા સમયે યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ખબર આવી હતી. આ વચ્ચે હવે સાબરકાંઠાના હિંમતનગરમાં 21 વર્ષના યુવહનું હાર્ટ ફેલ થતા મોત થઈ ગયું છે. યુવક રોબોટિક સાયન્સનો અભ્યાક કરી રહ્યો હતો. તેના અચાનક મોતથી પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પરિવાર સાથે વાત કરતા ઘરમાં ઢળી પડ્યો
વિગતો મુજબ, હિંમતનગરમાં 21 વર્ષના કેવિન રાવલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. યુવક રાત્રિના સમયે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યો હતો અને અચાનક જ ઘરમાં ઢળી પડ્યો હતો. જે બાદ તેને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રોબોટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો
કેવિન રાવલ 3 વર્ષ પહેલા કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવાર સાથે રહેવા માટે હિંમતનગર પરત આવ્યો હતો. હાલમાં જ તેણે રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે અચાનક દીકરાના આ રીતે મોતથી પરિજનો આઘાતમાં સરી પડ્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જ અમદાવાદમાં 32 વર્ષનો મોહંમદ અંસારી નામના યુવકનું વસ્ત્રાલમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવક એક યુવતી સાથે હોટલમાં ગયો હતો અને રૂમ બુક કરાવ્યો હતો. જોકે થોડીવારમાં યુવતી હોટલના રૂમમાંથી ગભરાયેલી હાલતમાં બહાર નીકળી ગઈ પરંતુ યુવક બહાર ન આવ્યો. આથી હોટલ સ્ટાફે રૂમમાં જઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવક બેડ પર પડેલો દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પહેલા યુવકની હત્યા થઈ હોવાની ચર્ચાઓ ફરતી થઈ હતી. પોલીસ તપાસમાં હાર્ટ એટેકથી મોત થયો હોવાનું સામે આવ્યું હતું.
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT
ADVERTISEMENT