GUJARAT હાઇકોર્ટમાં યુવકે પોતાની પરણીત ગર્લફ્રેન્ડની કસ્ટડી માટેની અરજી કરી, કોર્ટે ઝાટકણી કાઢી દંડ ફટકાર્યો
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે એક યુવકની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાની ગર્લફ્રેન્ડની કસ્ટડી માટે અરજી કરનાર વ્યક્તિ પર 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વાસ્તવમાં આ…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે એક યુવકની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાની ગર્લફ્રેન્ડની કસ્ટડી માટે અરજી કરનાર વ્યક્તિ પર 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વાસ્તવમાં આ વ્યક્તિ પોતાની પરણિત ગર્લફ્રેંડની કસ્ટડી માંગી રહ્યો હતો. જેના માટે તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટ પાસે મદદ માંગી હતી. કોર્ટમાં પુરાવા તરીકે તેણે પોતાની લિવ ઇન રિલેશનશિપની કોપી પણ રજુ કરી હતી.
બનાસકાંઠાના રહેવાસી વ્યક્તિએ કરી હતી વિચિત્ર અરજી
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી આ વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, તે મહિલાની કસ્ટડી ઈચ્છે છે. જેથી તે તેની સાથેના સંબંધોને જાળવી શકે. તેની ગર્લફ્રેન્ડે તેની મરજી વિરુદ્ધ બીજા લગ્ન થયા છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે પણ રહેતા ન હતા. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓને પણ છોડી દીધા હતા. ત્યાર બાદ તે કેસ કરનારા પુરૂષ સાથે રહેતી હતી. જેના માટે તે બંન્ને વચ્ચે લિવ ઇનનો એગ્રિમેન્ટ પણ થયો હતો.
જજીસ દ્વારા અરજી કરનાર યુવકની ઝાટકણી કાઢવામાં આવી
કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ પંચોલી અને જસ્ટિસ એચ.એમ પ્રચકની બેન્ચે કહ્યું કે, મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા નથી. હાઈકોર્ટે ઠરાવ્યું છે કે પતિ સાથે રહેતી મહિલાને ગેરકાયદેસર કહી શકાય નહીં.લિવ-ઈન રિલેશનશિપ એગ્રીમેન્ટના આધારે પિટિશન દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. આ સાથે હાઈકોર્ટે આ અરજી દાખલ કરનાર સામે રૂ.5000નો દંડ પણ ફટકાર્યો હતો. આ પુરૂષની પણ ઝાટકણી કાઢી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT