ગુજરાતમાં ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ જેવી ઘટના આવી સામે, મૃત બાળકીની ચાલી 12 કલાક સારવાર?
હસમુખ પટેલ, સાબરકાંઠા: અક્ષયકુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી ઘટના હિંમતનગરમાં સામે આવી છે. મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત વ્યક્તિની 12 કલાક સારવાર કરવામાં આવી હતી. આટલું…
ADVERTISEMENT
હસમુખ પટેલ, સાબરકાંઠા: અક્ષયકુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી ઘટના હિંમતનગરમાં સામે આવી છે. મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત વ્યક્તિની 12 કલાક સારવાર કરવામાં આવી હતી. આટલું જ નહીં મૃત બાળકીની સારવાર કરીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. સામાન્ય લોકોને લૂંટતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે.
આ ઘટનામાં બાળકીના મૃતદેહને સતત 12 કલાક હોસ્પિટલમાં સારવાર આપી હતી. બાળકીની સારવાર ચાલું છે તેમ જણાવીને હોસ્પિટલના સ્ટાફે મૃત બાળકીને પરીવારથી પણ દૂર રાખવામાં આવી હતી. અને સતત બિલો પણ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવી રહ્યા હતા. ગાંધીનગર સ્ટેટની ટીમની સરપ્રાઇઝ ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ તપાસ દરમ્યાન IAS રમ્યા મોહને મેડીસ્ટાર હોસ્પિટલને PMJAY યોજનામાંથી પણ બ્લેકલિસ્ટ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે સરકાર દ્વારા PMJAY યોજનામાં સરકાર બીલ ચૂકવતી હોવાથી હોસ્પિટલ તંત્ર ગોલમાલ કરતું હોવાનું પણ સામે આવ્યું હતું.
ફટકારવામાં આવ્યો મોટો દંડ
એક તરફ હોસ્પિટલમાં મૃત બાળકીની સારવાર કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ગાંધીનગરની ટીમ પણ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગમાં પહોંચતા હોસ્પિટલના અનેક કાંડ સામે આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરની હાજરી પણ ન હતી. મેડીસ્ટાર હોસ્પિટલને PMJAY યોજનામાંથી પણ બ્લેકલિસ્ટ કરી હતી ત્યારે બીજી તરફ ને 14,47,600નો આકરો દંડ પણ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ફિલ્મની કહાની જેવો બનાવ સામે આવ્યો છે જેમાં બાળક મૃત હોવા છતાં જીવિત બતાવી પરિવારજનો પાસેથી પૈસા ખંખી રહ્યા હોવાનું સરકારી અધિકારી જણાવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકો તેમના ઉપર લગાવેલા આક્ષેપો સંપૂર્ણ ખોટા હોવાની રજૂઆત કરી રહ્યા છે. જોકે આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે સમગ્ર જિલ્લામાં મેડીસ્ટાર હોસ્પિટલની સેવાઓ મામલે વિવિધ વિરોધાભાસ ઉભા થયા છે તે નક્કી છે.
સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલી મેડીસ્ટાર નામની હોસ્પિટલ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાત્રિના સમયે તપાસ હાથ ધરતા હિંમતનગરની સ્થાનિક બાળકી નું મૃત્યુ થયું હોવા છતાં સારવાર શરૂ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ તેના પરિવારજનોને સારવારના નામે પૈસા પડાવતા હોવાનો આક્ષેપના પગલે આરોગ્ય વિભાગની ટીમે 14 લાખ જેટલા દંડ સાથે પ્રધાનમંત્રી ની આયુષ્યમાન યોજના માંથી બ્લેક લિસ્ટ કરાતા સાબરકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા ઉઠી છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે રાજ્ય કક્ષાએથી થયેલી તપાસના આધારે આગામી સમયમાં તમામ પગલાંઓને ધ્યાને લઈ કાર્યવાહી કરાશે. તેમજ મૃત બાળકી મામલે પણ પરિવારજનોની વાત ધ્યાને લેવાશે.
ADVERTISEMENT
હોસ્પિટલ ભૂતકાળમાં પણ આવી ચુંકી છે વિવાદમાં
આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે મેડીસ્ટારના સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે એક નિવેદન પણ જાહેર કરાયું છે જેમાં રાજ્ય સરકાર દ્વારા થયેલી તપાસ અને મેડીસ્ટાર હોસ્પિટલ ઉપર લગાવેલા તમામ આક્ષેપો પાયાવીહોણા હોવાનું સંચાલક જણાવી રહ્યા છે. જોકે અડધી રાત્રે થયેલી તપાસ સહિત રાજ્ય સરકારે બ્લેકલિસ્ટ કરાયાની સાથોસાથ 14 લાખ જેટલા દંડનીય પગલા સામે ગાંધીનગર સુધી રજૂઆત કરાયાનું પણ નિવેદન કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 2012 થી શરૂ થયેલી મેડિકલ હોસ્પિટલ ભૂતકાળમાં પણ ગંદકી સહિત અયોગ્ય સારવાર મામલે વિવાદિત બની રહી છે.
ADVERTISEMENT
બાળકીના પરિવારને નાથી કોઈ ફરિયાદ
હોસ્પિટલના નિવેદન બાદ પરિવારજને પણ આપ્યું નિવેદન સામે આવ્યું છે. મૃત બાળકીનો પરિવાર હોસ્પિટલની સેવાથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, બાળકીના અવસાન બાદ છ કલાકમાં જ મૃતદેહ સોપાયો હતો. આ સાથે બાળકીને શ્વાસની તકલીફ હતી. ઓછા વજન સહિત પેટ ફુલતા દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ તેમજ ડોક્ટર સામે કોઈ ફરિયાદ નહીં.
ADVERTISEMENT