GONDAL માં રિબડા અને ગોંડલ જુથ સામસામે આવી જતા પોલીસ કાફલો ખડકાયો
ગોંડલ : તાલુકાના દાળિયા ગામે પોલીસકાફલો તહેનાત કરવામાં આવ્યો છે. રીબડા અને ગોંડલ જૂથના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઈ હોવાની ચર્ચા ઊઠી હતી. દાળિય…
ADVERTISEMENT
ગોંડલ : તાલુકાના દાળિયા ગામે પોલીસકાફલો તહેનાત કરવામાં આવ્યો છે. રીબડા અને ગોંડલ જૂથના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઈ હોવાની ચર્ચા ઊઠી હતી. દાળિય ગામે બબાલ થયાના સમાચાર આવતાંની સાથે પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત SRP જવાન અને પોલીસ સાથે બંદોબસ્ત વધારી દેવાયો છે.
ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજાએ આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું છે. જોકે હાલ દાળિયા મતદાન મથક પોલીસ-છાવણીમાં ફેરવાયું છે. જો કે ઘટના અંગેની વાત વહેતી થતાની સાથે જ પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે ત્યાર બાદ કંઇ જ ન થયું હોવાની માહિતી બહાર આવતા જ તંત્રએ હાશકારો લીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT