Godhra માં કિન્નર સમાજે દીકરી ઉછેરીને તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરા : શહેરમાં રહેતા કિન્નર સમાજે એક દિકરીને ઉછેરીને લાલનપાલન કરીને મોટી થતા સામાજીક સેવાનુ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. લગ્નબાદ દિકરીને ભારે હૈયા સાથે વળાવી હતી. ગોધરાના કિન્નર સમાજના ગુરુજી સંગીતા દે અને અન્ય કિન્નરોએ જાગૃતિ નામની દિકરીને નાનીથી મોટી કરી સાથે તેને ભણાવીને બ્યુટી પાર્લરનો કોર્ષ શીખડાવીને આત્મનિર્ભર બનાવી હતી.

જાગૃતિ મોટી થતાં તેના હાથ પીળાં કરવા કીન્નર સમાજ દ્વારા વડોદરાના પાદરાના છાપરીયા ગામના યુવક સાથે તેના લગ્ન નક્કી કરાયા હતા. જાગૃતિના લગ્ન કંકોત્રીમાં કિન્નરોના નામ સાથે છાપીને લોકોને આમંત્રિત કરાયા હતા. લગ્ન ગુરૂવારે લુહાર સુથારની વાડીમાં યોજાયા હતા. જયાં અન્ય સમાજના લોકો મોંધીદાટ સાડી અને ધરેણાં પહેરીને લગ્નમાં આવે તેમ કીન્નરો તૈયાર થઇને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી યોજયા હતા.

લગ્ન મંડપમાં મા બાપના બદલે કિન્નર સમાજના રીન્કુ દે અને સંગીતા દે બેસીને તમામ લગ્નની હિન્દુ રીતરીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. નવવધુને કીન્નરો ખભે ઉચકીને લગ્રમંડપ સુધી લગ્ન ગીતો ગાતા લઇને આવ્યા હતા. કિન્નર સમાજના સંગીતા દે મા બાપ બનીને દિકરીને કરીયાવરમાં તમામ ધરવખરીનો સામાન, દાગીના કપડાં સહીતની વસ્તુઓ આપી હતી. નાનીથી મોટી કરીને દીકરીના લગ્ન કરાવીને વિદાઇ વખતે કિન્નરો ભાવુક બનીને વિદાય આપી હતી.

ADVERTISEMENT

સમાજ માટે દાખલારૂપ બનેલ ગોધરા કિન્નર સમાજે અગાઉ પણ નવવધુની માતાના લગ્ન પણ કીન્નરોએ જ કરાવ્યા હતા. આમ વર્ષો પહેલા માતા ના લગ્ન બાદ તેમની દિકરીના લગ્ન પણ કિન્નરોએ કરાવીને સામાજીક સેવાનુ અનોખુ ઉદાહરણ પુરુ પાડયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT