ગતિશીલ ગુજરાતમાં રાજ્ય સરકારે દેવામાં પણ કરી ગતિ, જાણો ગુજરાતના માથે કેટલું દેવુ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે. જેમાં ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યના દેવાને લઈને સવાલ મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો. રાજ્યના જાહેર દેવા અંગે સવાલ પૂછી કોંગ્રેસનો સરકારને ઘેરવાનો પ્રયાસ હતો. ત્યારે સરકારે ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો લેખિતમાં જવાબ આપ્યો હતો. વર્ષ 31-12-2022ની સ્થિતિએ રાજ્યમાં કુલ 3,20,812 કરોડ રુપિયાનું દેવુ છે. આ ઉપરાંત આ કુલ દેવામાં સરકારે વર્ષ 2020-21માં 22,023 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22માં 23,063 કરોડનું વ્યાજ ચૂકવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2020-21 માં 17,920 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22 માં 24,454 કરોડ રૃપિયાની મુદલ ચૂકવામાં આવી છે.

સરકારે લીધી છે કરોડોની લોન
આ ઉપરાંત આપને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે વિકાસ કાર્યો માટે અલગ-અલગ જગ્યાઓ પરથી લોન પણ લીધેલી છે.જેનો સીધો બોજ જનતા પર પડી રહ્યો છે. તો નાણાંકીય સંસ્થાઓ પાસેથી રાજ્ય સરકારે 2.75 %થી માંડીને 8.75 %ના વ્યાજદરે 7થી 15 વર્ષ માટે 17,812 કરોડની લોન લીધી છે. રાજ્ય સરકારે બજારમાંથઈ 6.68 %થી માંડીને 9.75 %ના વ્યાજદરે 4થી 15 વર્ષ માટે 2,64,703 કરોડની લોન લીધેલી છે.તો 10થી 25 વર્ષ માટે 9.50 %થી 10.50%ના વ્યાજદરે 28,497 કરોડની લોન લીધી છે. 0થી13%ના વ્યાજદરે 2થી 50 વર્ષના સમયગાળાની અવધિ સાથે સરકારે 9,799 કરોડનું કેન્દ્રિય દેવુ પણ પોતાના શીરે લીધેલુ છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.

અર્જુન મોઢવાડિયાએ કર્યા સરકાર પર પ્રહાર
GSTના એક પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા અર્જુન મોઢવાડિયા ઉમેર્યું હતું કે દેશમાં GST લાગુ થવાથી ગુજરાતને 87,000 કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન પૂર્ણ પાંચ વર્ષમાં આપણને ભારત સરકાર કરવાની છે પરંતુ હજી નવ કરોડ ભારત સરકારને આપવાના બાકી છે. 14 હજાર કરોડ આપણને દર વર્ષે તેમાંથી મળશે આમ આપણને દર વર્ષે 20,000 કરોડનું ગુજરાતને નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને GSTથી નુકસાન થાય છે તેવું કહેતા હતા GSTના કારણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગના ધંધાઓને નુકસાન થયું છે. પરંતુ ડબલ એન્જિન સરકાર આવી જવાની સાથે જ આ GSTની અમલવારી ગુજરાતમાં કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિજય રુપાણીએ કરેલી જાહેરાતના હજુય ઠેકાણાં નથીઃ ભાજપ MLAએ કરી આવી માગ

GST ગુજરાતની જનતા પર બોજ 
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં ભારત સરકાર દ્વારા GST કાયદાના અમલમાં બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવતા વળતર મામલે સવાલ પુછ્યો હતો. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા 30 હજાર 401 કરોડની ચુકવણી કરવાની છે. જેની સામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 4 હજાર 219 કરોડ 73 લાખ ચૂકવવા આવ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT