Ambaji: પ્રસાદ વિવાદ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને, કરશે ધરણાં પ્રદર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji:  મંદિરમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં કરવામાં આવશે. VHP પરંપરાગત પ્રસાદ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવશે. આ ધરણાં પ્રદર્શનમાં જોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે યાત્રા સંઘો, સંતો, ભક્તોને આહ્વાન કર્યું છે. એટલું જ નહીં હિત રક્ષા સમિતિ દ્વારા આજે અંબાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખશે.

અંબાજી પ્રસાદ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભક્તો દ્વારા પ્રસાદના વિતરણ બાદ હવે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને ઉતર્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે એટલે કે રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળ વહોંચવામાં આવશે.

સત્રમાં પણ ઉઠ્યો હતો મુદ્દો
ગુજરાત વિધાનસભાની સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ મામલો કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ મામલે ૠષિકેશ પટેલે નિવેદન પાયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ એ ઈરાદા પૂર્વક ગૃહની કામગીરી ખોરવાય તેવા પ્રયત્ન કર્યો છે. તેવો એ માત્ર મીડિયા માં આવવા માટે સુત્રોચ્ચારો કરી પ્લે કાર્ડ દર્શાવી ગૃહની ગરીમા લજવી છે. ચીકી આપવી કે મોહનથાળ આપવો તે મંદિર નો નિર્ણય છે. શુ આપવું તે ટ્રસ્ટ નક્કી કરશે.

ADVERTISEMENT

ભાજપના નેતાએ ધરી દીધું હતું રાજીનામું
અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરના દર્શન કરી અને ભાજપ માંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે કહ્યું કે, માં અંબેના ચાચર ચોકમાંથી મા અંબાના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હુ વર્ષોથી જોડાયેલો હતો તે પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી આ ઉપરાંત અંબાજી ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સહિતના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છે. ભાજપની સેવા કરતા કરતા આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે. લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કરેલુ છે તેનાથી હુ ખુબ આહત છુ અને એટલે જ ભાજપના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છુ.

જાણો શું છે મામલો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળની પ્રસાદ હતી. પરંતુ 3 માર્ચના બપોરે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ સ્ટોક ખાલી થઈ જતા હવેથી ભક્તોને અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ મળશે નહીં પણ તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ ભક્તોને મળશે.3 માર્ચના સાંજે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખાતે અમદાવાદ અને વડોદરા થી આવેલા ભક્તોએ ભેટ કાઉન્ટર ઉપરથી પ્રસાદ માટે પાવતી લીધી હતી. અને ત્યારબાદ તેમને ચીકીનો પ્રસાદ મળ્યો હતો. આ માઈ ભક્તો ચીકી લઈને મંદિર પરિસરમાં માતાજીની ગાદી પર ગયા ત્યારે ત્યાં અહી આગળ મોહનથાળ નો પ્રસાદ મળતો હતો આ જોઈને માઈ ભક્તો પરત અંબાજી મંદિર ભેટ કાઉન્ટર પર આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાતોરાત સ્ટાર બનવાના અભરખામાં યુવાને Instagram માં હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો, પોલીસે સીન વીખી નાખ્યો

ADVERTISEMENT

અંબાજી મંદિર ની આગવી ઓળખ મોહન થાળનો પ્રસાદ
અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ અંબાજી મંદિરમાં જેવો બને છે તેવો પ્રસાદ કોઈપણ જગ્યાએ બનતો નથી. 3 માર્ચે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભક્તોએ ફરીથી મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ સાંજની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ ભેટ કાઉન્ટર પર હોબાળો પણ બચાવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT