અમદાવાદમાં યુવતીને લીવ ઇન રીલેશનશીપમાં રહેવું ભારે પડ્યું, યુવકના પિતાએ સાડી ખેચી અને…
અમદાવાદ: હવે ગુજરાતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર જોવા મળી રહી છે. આ દરમિયાન લીવ ઇન રીલેશનશીપમાં રહેવું સામાન્ય થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં લીવ…
ADVERTISEMENT
અમદાવાદ: હવે ગુજરાતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર જોવા મળી રહી છે. આ દરમિયાન લીવ ઇન રીલેશનશીપમાં રહેવું સામાન્ય થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેવું એક યુવતીને ભારે પડ્યું છે. યુવકના પિતાએ તેની પત્નીની હાજરીમાં યુવતીની સાડી ખેંચી બાથમાં લઇ બાથ ભીડી દીધી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં મિત્ર સાથે લિવ ઇનમાં રહેતી યુવતીએ પોલીસનો સહારો લેવો પડ્યો છે. તેમણે મિત્ર અને તેના માતા પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરી મહીનામાં યુવક સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે રહેતી હતી. જોકે છ મહીના સુધી તેને સારી રીતે રાખી હતી. બાદમાં તેનો મિત્ર અવારનવાર ગંદી ગાળો બોલીને મારઝુ઼ડ કરતો હતો. અને કહેતો હતો કે તારી આગળ પાછળ કોઇ નથી તારે મારી સાથે જ રહેવાનું છે અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જો કે તેના પિતા પણ તેની સાથે મારઝુડ કરતા હતાં.
યુવકના પિતાએ કર્યા શારીરિક અડપલા
મિત્ર સાથે લિવ ઇનમાં રહેવું યુવતીને ભારે પડ્યું છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવકના પિતા તેની માતાની હાજરીમાં યુવતીની સાડી ખેંચી, બાથમાં લઇ બાથ ભીડી અને શારિરિક અડપલા કર્યા હતાં. જેથી યુવતી યુવકની માતાને કહેવા જતા તેણે પણ ગંદી ગાળો બોલી હતી.આ ઘટના બાદ યુવક અને યુવતી બંને અલગ રહેવા ગયા હતા. પરંતું યુવતી એકલી હતી આ દરમિયાન યુવકના પિતા ઘરે પહોંચ્યા અને યુવતી સાથે શારીરિક અડપલા અને છેડતી કરી હતી. આ મામલે યુવકને જાણ કરતાં તેને કહ્યું કે આવું તો થશે જ અને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ યુવતી પોતાના પિતાના ઘરે જય અને પોલીસ ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
ADVERTISEMENT