અમદાવાદમાં સિંધુ ભવન રોડ સહિત અનેક રસ્તા પર ડ્રંક એન્ડ ડ્રાઈવની તપાસ, કેફે પર પણ તવાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: SG હાઇવે ઇસ્કોન નજીક જેગુઆર કારના અકસ્માત બાદ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. અમદાવાદમાં રાત્રે કેફે ધમધમતા હોય છે. ત્યારે આ અકસ્માત બાદ કેફે પર તવાઈ આવી છે. મોડી રાત સુધી ધમધમતા કેફેમાં ગેરકાયદે પ્રવૃતિઓ અને પાર્ટીના આયોજનોને લઈ SOG તેમજ ક્રાઈમ બ્રાન્ચે સિંધુ ભવન રોડ, થલતેજ રોડ, એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ પીધેલાઓને પકડવા માટે ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં અકસ્માત બાદ ફરી પોલીસ તંત્ર દોડતું થયું છે. પીધેલાઓને પકડવા માટે ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્પીડોમીટર અને બ્રેથ એનાલાઈઝર દ્વારા વાહનચાલકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. સરખેજ, બોડકદેવ સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજે પોલીસ કાફલો ખડકી મોડી રાત સુધી વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. કારમાં બ્લેક ફિલ્મ પટ્ટીને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

કેફે પર પણ તવાઈ
અમદાવાદમાં જેગુઆર અકસ્માત બાદ કેફે પર તવાઈ આવી છે. તથ્ય અને તેના મિત્રો કેફેમાં ગયા હતા. અને ત્યાંથી પરત આવ્યા બાદ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદમાં એસઓજી ક્રાઈમ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સિંધુ ભવન રોડ, થલતેજ રોડ, એસજી હાઈવે પર આવેલા કેફેમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે મોડી રાત સુધી કાફેમાં યુવા પેઢી મોડી રાત્રે કાફેમાં પાર્ટીનું તેમજ ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃતિનાં સેવનને લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે સિંધુ ભવન રોડ પર આવેલ કેફેમાં મોડી રાત સુધી પાર્ટીઓ ચાલતી હોય છે. ત્યારે આજે રાત્રીનાં સુમારે પોલીસ દ્વારા અચાનક જ રેડ કરી સમગ્ર રોડ પર ચેકીંગ હાથ ધરતા કેફે સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT