AHMEDABAD માં નરાધમ પિતાએ પોતાની જ 8 વર્ષની બાળકીને પીંખી નાખતા ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં એક ખુબ જ આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી પર માતાની ગેરહાજરીમાં પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો પહેલા આઠ વર્ષની બાળકી અને તેના પિતા ઘરે એકલા હતા. બાળકીના નાની હોસ્પિટલમાં હોવાથી તેના માતા હોસ્પિટલ હતા. જેથી બાળકીને પહેલા આઇસક્રીમ ખવડાવ્યું હતું. ત્યાર બાદ નરાધમ પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી પોતાની માતા હોસ્પિટલે દાખલ હોવાથી ત્યાં ગઇ હતી
બીજા દિવસે સવારે માતા આવી ત્યારે દીકરીએ પેટમાં દુખતું હોવાથી તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા. જ્યાં તેના પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. દીકરીની માતાએ આ અંગે પુછપરછ કરતા તેણે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. જેથી માતાએ ફરિયાદ પોતાના જ પતિ વિરુદ્ધ દાખલ કરાવી હતી.

મહિલાએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પતિ અને દીકરી સાથે રહે છે. યુવતી જ્યારે સવારે પોતાના ઘરે આવી ત્યારે પાડોશી મહિલાએ તેની દીકરી રાત્રે ખુબ જ રડી રહી હતી અને કંઇક દુખતું હતું તેવી વાત પણ કરી હતી. જેથી બાદમાં આ યુવતી તેની દીકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરે હકીકત જણાવીને સરકારી હોસ્પિટલ લઇ જવા માટેની સલાહ આપી હતી.

ADVERTISEMENT

ડોક્ટર્સ દ્વારા બાળકી પર દુષ્કર્મ થયાનું જણાવતા મહિલા હતપ્રભ
જેથી માતા આ બાળકીને લઇને હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેના પર દુષ્કર્મ થયું હોવાની વાત કરતા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મુદ્દે નરાધમ પિતા સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જો કે આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. ગુજરાતમાં હવે યુવતીઓ તો ઠીક પરંતુ બાળકીઓ પણ સુરક્ષીત નથી. એ પણ એવા વ્યક્તિ કે જેના પર આંખ મિંચીને વિશ્વાસ કરી શકાય તેવા વ્યક્તિથી સુરક્ષીત નથી.

    follow whatsapp

    ADVERTISEMENT