AHMEDABAD માં જો કોઇપણ રાજકીય પક્ષ જાહેર દિવાલ ચિતરશે તો કોર્પોરેશન દંડ ફટકારશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તે પ્રકારે તમામ રાજકીય પક્ષો પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જેના કારણે ડોર ટુ ડોર કેમ્પેઇન, જાહેર સભાઓ ઉપરાંત શહેરનાં કેટલાક મહત્વના સ્થળે પોતાનાં પોસ્ટર, વોલપ્રિન્ટિંગ સહિતના અનેક માધ્યમોનો ઉપયોગ કરતી હોય છે. આ અનુસંધાને કેટલીક સરકારી બિલ્ડિંગ્સની દિવાલો પર પણ તમામ રાજકીય પક્ષો પોત પોતાનાં પોસ્ટર્સ ચોંટાડતા હોય છે.

અમદાવાદમાં ઠેરઠેર પક્ષોએ સુંદરતા બગાડી નાખી છે
અમદાવાદમાં ઠેર-ઠેર દિવાલો પર મેટ્રોના પીલર પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો દ્વારા દિવાલોને રંગી નાખવામાં આવી છે. જો કે આ ચિત્રામણના કારણે દિવાલો ખુબ જ ખરાબ બની જતી હોય છે. અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો કોરીડોર બની રહ્યો છે. જો કે આ મેટ્રોના પિલ્લર રોડની વચોવચ હોવાનાં કારણે આના પર તમામ પાર્ટીઓ દ્વારા ચિતરામણ કરવામાં આવે છે. કારણ કે તેના પર દરેક વ્યક્તિની નજર પડતી રહે છે. મેટ્રો દ્વારા પણ પીલોરોને સુંદરતા માટે કલર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજકીય પાર્ટીઓએ પોતાના સિમ્બોલો ચિતરી દેવાના કારણે પીલરોની સુંદરતા પણ ફિકકી પડી ચુકી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વાર મોટી જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમદાવાદ શહેરની દિવાલો અને મેટ્રોના પીલર પર રાજકીય પક્ષોના સિમ્બોલ ચિતરીને સુંદરતા બગાડી રહ્યા છે. સિમ્બોલને રીમુવ કરવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટુંક સમયમાં હાથ લાગશે. જ્યાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દિવાલો પર સિમ્બોલ લગાવેલા છે. તેના પર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવાલોને સાફ કરશે.

ADVERTISEMENT

જો કે એકવાર કોર્પોરેશન આ કામગીરી સ્વખર્ચે કરશે પરંતુ જો ત્યાર બાદ કોઇ રાજકીય પક્ષ ફરી પોતાનાં સિમ્બોલ ચિતરશે તો તેની પાસેથી આ કામગીરીનો ખર્ચ વસુલવામાં આવશે. આ અંગેની તમામ પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT