AHMEDABAD માં દારૂ ઉપરાંત ડ્રગ્સના ટેસ્ટ પણ કરશે પોલીસ, જુઓ જડબેસલાક આયોજન
અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી બાદ ફરીવાર નવરાત્રીનું આયોજન થવા જઇ રહ્યું છે. જેના પગલે તમામ ખેલાયાઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી બાદ ફરીવાર નવરાત્રીનું આયોજન થવા જઇ રહ્યું છે. જેના પગલે તમામ ખેલાયાઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ખેલૈયાઓએ આ વખતે નવરાત્રીમાં કંઇ કસર રહેવા દેવા નથી માંગતા અને બંન્ને વર્ષની અધુરી ઇચ્છા વસુલ કરવા માંગે છે. જો કે બીજી તરફ પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે પોલીસ સામે સૌથી મોટો પડકાર છે ડ્રગ્સ. જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સનુ ચલણ વધ્યું છેતે જોતા પોલીસ પણ તે પ્રકારે સજ્જ થઇ રહી છે.
પોલીસ દ્વારા નવરાત્રીના આયોજન પગલે ખાસ તૈયારી
અમદાવાદ પોલીસે આ અંગે ખાસ વ્યવસ્થા કરી છે. પોલીસ અત્યાર સુધી દારૂનો નશો કર્યો છેકે કેમ તે ચેક કરવા માટે બ્રેથ એનેલાઇઝર રાખતી હતી.જો કે આ વખતે ડ્રગ્સ ટેસ્ટ માટેની કિટ પણ સાથે રાખશે.તેવામાં જો નવરાત્રીમાં કોઇ શંકાસ્પદ યુવાન દેખાય તો તેનો આલ્કોહલ અંગેનો ટેસ્ટ તો કરાશે જ સાથે ડ્રગ્સ અંગેનો ટેસ્ટ પણ કરવામાં વશે. આ અંગેની જવાબદારી SOG ને સોંપવામાં આવશે. એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
લવજેહાદ જેવા મુદ્દાઓ પર પણ પોલીસ રાખશે નજર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રી દરમિયાન લવજેહાદ જેવા મુદ્દાઓ સૌથી વધારે ગરમ રહે છે. તેવામાં અસામાજિક અને લુખ્ખા તત્વોને ડામવા માટે ગુજરાત સરકાર દ્વારા આ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. SOG હવે નવરાત્રિમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. જેમાં એસઓજી દ્વારા બ્રેથ એનેલાઇઝર ઉપરાંત ડ્રગ્સ ચેકિંગ માટેની રેપિડ કીટ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે.
ADVERTISEMENT
યુવતીઓને પરેશાની ન નડે તે માટે ખાસ આયોજન
નવરાત્રીના પર્વને ધ્યાને રાખીને યુવતીઓ મોડી રાત સુધી ગરબા રમતી હોય છે તેવા કિસ્સામાંકોઇ પણ યુવતીને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે SHE ટીમને પણ સાબદી કરવામાં આવી છે. જો કોઇ સામાજિક તત્વ મહિલા સાથે ગેરવર્તણુંક કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ ડ્રેસમા પણ મહિલા પોલીસ તહેનાત કરવામાં આવશે.
ADVERTISEMENT