AHMEDABAD માં એક જ વરસાદે સ્માર્ટ સિટીનો ઢોળ ઉતરી ગયો, મોટી-મોટી વાતો અને…

ADVERTISEMENT

heavy Rain in Ahmedabad
heavy Rain in Ahmedabad
social share
google news

અમદાવાદ : શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.જો કે એક જ વરસાદમાં સ્માર્ટ સીટીનો ઢોળ ઉતરી ગયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ જાણે કે વેનિસ બની ગયું હતું. વરસાદની પાણીના કારણે શહેરના તમામ અંડરપાસ પાણીથી ભરાઇ ગયા હતા. અંડર પાસ તો ઠીક સામાન્ય રસ્તાઓ પણ પાણી-પાણી થઇ ગયા હતા. લાખો લોકો રસ્તા પર કલાકો પસાર કરવા માટે મજબુર બન્યા હતા. બીજી તરફ સમગ્ર અમદાવાદમાં ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે 5 અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણ અંડરપાસમાં લગભગ અડધો અડધ પાણીથી ભરાઇ ગયા હતા. ચોમાસાને લગતી કામગીરીની મોટી મોટી વાતો વચ્ચે તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંધ થતા હતા

અમદાવાદમાં વરસાદના એક જ રાઉન્ડમાં તંત્રની પોલ ખુલી ગઇ હતી. મોટી મોટી વાતો અને પ્રિમોનસુન કામગીરીની તમામ વાતો પાણીમાં ફસાઇ ગઇ હતી. હાટકેશ્વર સહિતનાં કેટલાક રસ્તાઓ એવા હતા જ્યાં 4-5 ફુટ પાણી ભરાયા હતા. હાટકેશ્વર વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા સર્જાઇ હતી. અનેક સોસાયટી અને રહેણાંકી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT