વિવાદ: નડીયાદની એક શાળાએ વિદ્યાર્થીઓને ગરબા માટે બોલાવી તાજીયા કરાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/નડીયાદ : તાલુકાના હાથ જ ગામે આવેલી પે સેન્ટર શાળામાં બાળકોને નવરાત્રિમાં ગરબાને બદલે તાજીયા રમાડવાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનો મેદાને આવ્યું છે. જેને લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડા જિલ્લા અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. હાલમાં ગુજરાતમા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે. એવામાં દરેક શાળામા પણ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબાનુ આયોજન કરી રહી છે. ત્યારે નડિયાદ તાલુકાની હાથજ પે સેન્ટર શાળામાં 30 તારીખના રોજ નવરાત્રિ દરમ્યાન બાળકો માટે ગરબાનું આયોજન કરાયુ હતું.

ગરબાના મ્યુઝીક દરિયાન અચાનક તાજીયા શરૂ થયા
જેમા મોટી સંખ્યામા શાળાના વિદ્યાર્થીઓ ગરબા રમવા શાળાએ પહોંચ્યા હતા. દરમ્યાન શાળામાં ગરબાના મ્યુઝીકમા તાજીયાનું મ્યુઝીક શરૂ થઈ ગયુ હતું. વિદ્યાર્થીઓએ મ્યુઝીક પર ગરબા રમતા હતા. જેનો વિડીયો વાયરલ થતા મામલો હિન્દુ સંગઠન સુધી પહોંચ્યો અને હિન્દુ સંગઠન દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે.

વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા કાર્યવાહી
આ અંગે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રાજન ત્રિપાઠીએ જણાવ્યુ કે,”આવેદનપત્ર એટલે આપ્યું છે કારણ કે ગઈકાલે નડિયાદ નજીક એક ગામ છે, હાથજ ગામ જ્યા એક દિવસીય ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. પ્રાથમિક શાળામાં ત્યાં છોકરાઓ ગરબા રમતા હતા. ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો. માતાજીના ગરબા ચાલતા હતા. અચાનક ગરબા બંધ કરાયા. કારણકે ત્યાં અમુક વિધર્મી શિક્ષકો પણ છે. એમાં અમને કોઈ વાંધો નથી કે વિધર્મી શિક્ષકો છે. પરંતુ અમને વાંધો એ છે કે માં અંબેના ગરબા ચાલતા હતા, ત્યાં અચાનક ગરબા બંધ કરાવીને અને વિધર્મીએ એમના પોતાના ધર્મના સૂત્રો બોલાવડાવ્યા અને એમના ધર્મની ટીશર્ટ એમના ચિન્હ વાળી ટીશર્ટ છોકરાઓને આપી અને એવું કહ્યું કે જો તમે આ ટીશર્ટ પહેરીને ગરબા કે સૂત્રો નહીં બોલો તો તમને નાપાસ કરીશું. સ્કૂલમાં નહીં આવવા દઈએ.

ADVERTISEMENT

શાળામાં શિક્ષકો પણ વિધર્મી હોવાનો દાવો
સ્કૂલમાં નાના છોકરાઓ આ સાંભળીને ગભરાઈ ગયા અને તાજીયા કર્યા અને સૂત્રો બોલ્યા. વિધર્મીઓના સૂત્રો બોલ્યા હતા. જો કે એક શિક્ષકની કબુલાત છે. વિડીયોમાં એક ગામના છોકરાએ કહ્યું કે, શિક્ષકે અમને એવું કહ્યું કે, અમારે ઉપર એક વિડીયો મોકલાવવાનો હતો. તો અમારે એક જાણવું છે. તંત્રને પૂછવું છે કે, તપાસ કરવી છે કે ઉપર કોણ છે? એમના આકા કોણ છે? કે જેમણે આવો વિડીયો બનાવીને ઉપર મંગાવ્યો. તો અમને પીએફઆઇ વાળા જે પ્રતિબંધિત જે એજન્સી એજન્સી થઈ છે તેના અનુસંધાનમાં તો આ કશું નથી ને? એટલે અમને શંકા પણ છે.

નિષ્પક્ષ તપાસની થઇ રહી છે માંગ
તંત્ર તપાસ કરે અમારે બીજો કોઈ વિરોધ નથી. બસ અમારો એક જ માંગ છે કે માં અંબાનો જ્યારે પર્વ ચાલતો હોય, નવરાત્રિ ચાલતી હોય ત્યારે વિધર્મીઓ એમના ધર્મના સૂત્રો અમારા હિન્દુ છોકરાઓ જોડે બોલાવવાનું કારણ શું? આજ વિરોધ છે અમારો”

ADVERTISEMENT

અધિક કલેક્ટરે આપ્યો સરકારી જવાબ
આ અંગે ખેડા જિલ્લા અધિક કલેકટર ડી.એસ.પટેલે જણાવ્યું કે,” હાથજ સ્કુલ અંગે લોકોની એવી રજુઆત હતી કે શાળામા ગરબાના બહાને બાળકોને બોલાવ્યા અને પછી બીજા કોઈ ધર્મના સુત્રોચ્ચાર કરાવ્યા એ બાબતે અમને આવેદન પત્ર મળ્યુ છે. જે અમે યોગ્ય કાર્યવાહી કરવા આગળ એમની રજુઆત મોકલી આપી છે.

ગામની મોટા ભાગની વસ્તી લઘુમતી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાથ જ ગામમાં સૌથી વધારે વસ્તી લઘુમતી સમાજની છે. તેવામાં સરકારી શાળામાં નવરાત્રી દરમિયાન હિન્દુ ધર્મથી વિપરીત ગરબા રમવાને બદલે તાજીયાનું મ્યુઝિક વગાડી તાજીયા રમાડવામાં આવતા સાથે જ સુત્રોચ્ચાર બોલવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેને લઈને યોગ્ય તપાસ કરવાની માંગ હિન્દુ સંગઠન દ્વારા કરવામા આવી છે. ગ્રામજનો પણ બિન હિન્દુ શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો કરવામા આવ્યા છે. ગ્રામજનો દ્વારા હિંદુ બાળકોને પોતાના મૂળ ધર્મથી દૂર કરવાના શાળાની અન્ય ધર્મની શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલના ષડયંત્રનો પણ આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનામા શુ તપાસ થાય છે અને કાર્યવાહી તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT