હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ
અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત વરસાદથી થઈ હતી. અને કમોસમી વરસાદ બાદ આકરી ગરમી શરૂ થઈ છે.રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત વરસાદથી થઈ હતી. અને કમોસમી વરસાદ બાદ આકરી ગરમી શરૂ થઈ છે.રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતવરણ સૂકું રહેશે. વરસાદની આગાહી નથી. મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આ સાથે હિટવેવની આગાહી નથી.
બફારો રહેશે
હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે.
ADVERTISEMENT
વરસાદ નહીં પડે
ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદ રહેતા ખેડૂતોને ભારે નુકશાની પહોંચી છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોને રાહત થશે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે. ત્યારે બીજી તરફ વાતાવરણમાં બફારો રહેશે.
ADVERTISEMENT