ગુજરાતમાં સતત વણસતી પૂરની સ્થિતિ વચ્ચે નર્મદા ડેમમાંથી પાણી તબક્કાવાર ઘટાડાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં સતત વરસાદ વધી રહ્યો છે ત્યારે મધ્ય પ્રદેશમાં પણ વરસાદની સ્થિતિ વધુ સારી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમના ડાઉન્સ્ટ્રીમના ગામોને લઈને મહત્વનો નિર્ણય સરદાર સરોવર નર્મદા નિગમે કર્યો છે. 7.24 લાખ ક્યુસેક સામે 5.44 લાખ ક્યુસેક પાણી જ નર્મદા ડેમમાંથી છોડવામાં આવશે. વધારાના પાણીનો સંગ્રહ ડેમમાં કરાશે જેથી નર્મદા,વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને પૂરની અસરોથી બચાવી શકાય. વધારાનું 1,80,000 ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવનાર હોય ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે.

રાજ્યમાં ડેમની સ્થિતિ:
રાજ્યમાં સતત થઈ રહેલા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ છે. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં તા. ૧૭ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૭૬.૬૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ:
રાજ્યમાં 209 જળાશયો માંથી 49  જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70 થી 100 ટકા, 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50  ટકા અને 31  જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13 , કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30  જળાશયો 90  ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80  ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17  જળાશયો 70  ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ADVERTISEMENT

વિથ ઇનપુટ, નરેન્દ્ર પેપરવાલા

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT