અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી 3 દિવસ માવઠાની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે માવઠાના મારથી પરેશાન જગતના તાત માટે હજુ રાહત નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે બુધવારથી કમોસમી વરસાદની આગાહી છે. જ્યારે ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ક્યારે ક્યાં વરસાદની આગાહી?

  • 29 માર્ચ- બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છ
  • 30 માર્ચ- અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
  • 31 માર્ચ- ભરુચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ.

માર્ચમાં માવઠાથી જગતનો તાત પરેશાન
માર્ચ મહિનાથી જ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ ઘણી જગ્યાએ કરા વરસાદ થતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ માવઠાના કારણે ઘઉં, કપાસ, બાજરી, કેરી, જીરું સહિતના પાકને મોટી સંખ્યામાં નુકસાન થયું છે. એવામાં ખેડૂતો ચિંતિત છે અને સરકાર પાસેથી વળતર આપવાની માણગી કરી છે. એવામાં ફરી 3 દિવસના માવઠાની આગાહીથી ફરી ચિંતામાં પડ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT