પ્લેનમાં બેસો તો તમારા જોખમે બેસજો, સુરતમાં નાના ટેણીયાઓ ઉડાવે છે પ્લેન
સુરત : બેદરકારીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. એક બાળક ટેક ઓફ થઇ રહેલા પ્લેનમાં પાયલોટની બાજુમાં બેઠો હોય તેવું જોઇ શકાય છે.…
ADVERTISEMENT
સુરત : બેદરકારીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. એક બાળક ટેક ઓફ થઇ રહેલા પ્લેનમાં પાયલોટની બાજુમાં બેઠો હોય તેવું જોઇ શકાય છે. પ્લેન ટેક ઓફ કરી રહ્યું છે અને ત્યારે આ ટેણીયો પ્લેનની સાથે ચેડા કરી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ વીડિયો સુરત એરપોર્ટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ટેણીયો ઉભા પ્લેનમાં નહી પરંતુ ટેકઓફની તૈયારી કરી રહેલા ચાલુ પ્લેનમાં ચેડા કરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. તેવામાં આ પ્લેનમાં બેઠેલા લોકોનાં જીવ સ્પષ્ટ રીતે જોખમમાં મુકવામાં આવી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઇ પૃષ્ટી થઇ શકી નથી પરંતુહાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
બાળક હેડફોન પહેરીને પાયલોટની જેમ જ સ્ટીયરિંગ પણ ઓપરેટ કરી રહ્યો છે. આ વીડિયો સુરત એરપોર્ટના એર વેંચુરા પ્લેનનો હોવાનું અનુમાન છે. પાયલોટની પણ મોટી બેદરકારી સામે આવી રહી છે. સુત્રો અનુસાર આ સુરતના એક મોટા નેતાના સંબંધિનો પુત્ર હોવાના કારણે તેને આ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી હોવાનું જણાવાઇ રહ્યું છે. જો કે હજી આ અંગે કોઇ અધિકારીક પ્રતિક્રિયા કે અધિકારીક કાર્યવાહી થઇ નથી.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ સંજયસિંહ રાઠોડ)
સુરત એરપોર્ટમાં ગંભીર બેદરકારીનો VIDEO VIRAL: નેતાજીના ટેણીયાને પ્લેનનો શોખ જાગ્યો તો નેતાજીએ રમકડાના પ્લેનના બદલે સાચા પ્લેનમાં પાયલોટની બાજુમાં બેસાડી દીધોhttps://t.co/JlmdJVRnsk
— Gujarat Tak (@GujaratTak) October 13, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT