ઢોરતંત્ર જાગ્યું હોત તો જિયા જીવતી હોત, 10 મિનિટ પહેલા અન્ય તરૂણી ખાબકી હતી
કામિની આચાર્ય/મહેસાણા : ચેતનાના ભૂગર્ભ ગટરમાં પડ્યાના 15 મિનિટ બાદ જીયા તે જ જગ્યાએ પડી હતી. જો તંત્ર પોતાની ફરજ નિભાવી હોત તો આજે જિયા…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા : ચેતનાના ભૂગર્ભ ગટરમાં પડ્યાના 15 મિનિટ બાદ જીયા તે જ જગ્યાએ પડી હતી. જો તંત્ર પોતાની ફરજ નિભાવી હોત તો આજે જિયા પણ કદાચ જીવીત હોત. શાળાએથી છૂટીને ઘર તરફ જઈ રહેલી ચેતના પણ તે જ ખાડામાં ખાબકી હતી જેમાં જીયા પડી હતી. વિસનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરે શાળાએથી પરત ફરી રહેલી જીયા નાઈનો ભોગ લીધો છે. ત્યારે આ ઘટનાની 15 મિનિટ પહેલા આજ ઘટના સ્થળે થલોટા ગામની ચેતના ભાટાનો ચમત્કારિક બચાવ થયો હતો. ભૂગર્ભ ગટરમાં પડ્યા બાદ રીક્ષાચાલકની મદદથી નવજીવન મળ્યું હતું.
ચેતનાના પગ ગટરમાં ફસાઇ ગયા પણ રિક્ષા ચાલકે બચાવી લીધી
ચેતનાએ પોતાના બિહામણા અનુભવ અંગે કહ્યું કે, વિસનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરુ છું. અમે મૂળ સુઇગામ તાલુકાના ભટાસણા ગામના અને હાલમાં વિસનગરના થલોટા ગામે રામજી મંદિરમાં પિતા રમેશભાઈ ભાટા પુજારી છે. અમે મંદિરમાં જ રહીએ છીએ. શુક્રવારે સાંજે 4:45 વાગ્યે શાળાએથી છૂટીને ચાલતી ઘરે જવા નીકળી હતી. થલોટા રોડ ઉપર શુકન હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે વરસાદ ચાલુ હતો અને રસ્તા ઉપર પણ પાણી ભરાયું હતું. આવા સમયે એકાએક મારો પગ લપસી જતાં મારા એક પગમાંથી સ્લીપર નીકળી જતા તે લેવા માટે નીચે નમી તે સમયે રસ્તાની બાજુમાં આવેલ ભૂગર્ભ ગટરમા પડી ગઈ હતી.
સ્લિપર લેવા જતા ગટરમાં ખાબકી
એકાએક બનેલા આ બનાવથી ગભરાઈ ગઈ હતી. તે સમયે મારા બંને પગ ગટરમાં ફસાઈ ગયા હતા અને હાથ ઉપર હતા. મેં બચવા માટે બૂમો પાડતા જ નજીકમાં ઉભેલા રીક્ષા વાળા કાકાએ દોડી આવી મને બે હાથથી ઊંચકીને બહાર કાઢી બચાવી લીધી હતી. ઘરે પહોંચ્યા બાદ મને જાણવા મળ્યું કે, હુ જે ગટરમાં પડી હતી તે જ ગટરમાં 15 મિનિટ બાદ જીયા પડી હતી અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
ઘટના બની તે સમયે હું સામે જ ઉભો હતો ચેતનાના પિતા
શાળાએથી છૂટીને નીકળેલી ચેતનાની રાહ જોઈને હું ઉભો હતો. તે કેમ હજુ આવી નહીં તેવો વિચાર કરી રહ્યો હતો તે સમયે કોઈ છોકરી ભૂગર્ભ ગટરમાં પડી હોવાની બૂમો સાંભળી તે તરફ દોડ્યો હતો અને નજીક જઈને જોયું તો મારી દીકરી ચેતના જ હતી. તે ગભરાયેલી હોય રિક્ષામાં બેસાડીને ઘરે પહોંચ્યો હતો. તેની 15 મિનિટ બાદ જ તે જ ભૂગર્ભ ગટરમાં જીયા નાઈ પડી જતા તેનું મૃત્યુ થયાની જાણ થઈ હતી.
પુત્રીની સાઇકલ જોઈને પિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા લાગ્યા
જીયા નાઈ જે ભૂગર્ભ ગટરમાં ઘરકાવ થઈ હતી ત્યાંથી માત્ર 20 ફૂટ દૂર જ તેના પિતા સલુનમા કામ કરી રહ્યા હતા. ભૂગર્ભ ગટરમાં બાળકી પડી હોવાની જાણ થતા તેઓ ઘટના સ્થળે જઈ ઉભા રહ્યા હતા અને તે પછી પરત દુકાને ચાલ્યા ગયા હતા. જોકે ભૂગર્ભ ગટરમાં બાળકીની શોધખોળ ચાલી રહી હતી તે સમય તેઓ પુનઃ ઘટનાસ્થળે ગયા હતા. અહીં પડેલી સાયકલ જોતા જ ચોંકી ગયા હતા.ભૂગર્ભ ગટરમાં પડેલી કિશોરી તેમની દીકરી જ હોવાની જાણ થતા જ ભાગી પડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT