જો NOTA ન હોત તો આજે BJP ને વધારે 3 ધારાસભ્યો મળી ગયા હોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ઇવીએમમાં છેલ્લું બટન NOTA હોય છે. NOTAનું ફુલ ફોર્મ નન ઓફ ધ અબોવ થાય છે. ઉપરના ઉમેદવારો પૈકી એક પણ નહી તમને જ્યારે કોઇ પણ પક્ષ દ્વારા ઉભા રાખવામાં આવેલા કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોય ત્યારે તમે નોટાને મત આપી શકો છો. NOTAનું બટન દબાવીને એ રીતે પોતાનો મત આપે છે કે આમાંથી કોઈ લાયક નથી, એટલે કે લોકશાહીનો ધર્મ પણ નિભાવાય છે અને મતદારને કોઇ ઉમેદવાર ન પસંદ હોય તો મત નોટામાં પણ ગણાઇ જાય છે.

જો કે આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રસ વધાર્યો
જો કે આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હોવાનાં કારણે અનેક ઉમેદવારો ખુબ જ પાતળી સરસાઇથી જીત્યા છે. આ પૈકી 3 ઉમેદવારો તો એટલી પાતળી સરસાઇથી જીત્યા કે તેઓની સરસાઇ કરતા નોટામાં પડેલા મત વધારે હોય. આ વખતે 3 ઉમેદવારો તો એવા પણ છે કે, જેને NOTA નામત મળી ગયા હોત તો તેઓ ચૂંટણી જીતી ગયા હોત. ભાજપના ઉમેદવારો જે માર્જિનથી હાર્યા એના કરતાં નોટામાં વધારે મત પડ્યા હતા. જો મતદારોના મત NOTAના બદલે ભાજપને મળ્યા હોત તો ત્રણ બેઠક પણ જીતી જાત અને 156ને બદલે 159 બેઠક પણ મળી શકત.

NOTA થી તમારો મતાધિકારનો પ્રયોગનું સટિક માધ્યમ
NOTA એટલે એવું બટન કે તમે કોઈને પણ મત આપવા ઈચ્છતા ન હોવા છતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો. ભારતમાં 2009માં પહેલીવાર NOTA નો સમાવેશ ઇવીએમમાં કરવામાં આવ્યો અને સૌપ્રથમ તેની એન્ટ્રી છત્તીસગઢમાં થઇ હતી. ત્યાર બાદ 2013માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને દિલ્હીની ચૂંટણીઓમાં NOTAનું બટન સામેલ કરવામાં આવ્યું. 2014 થી આ સમગ્ર દેશમાં બિહારમાં સૌથી વધારે ઉપયોગ નોટાનો થયો છે. લાગુ કરવામાં આવ્યું. અત્યારસુધી નોંધવામાં આવ્યું છે કે દેશમાં સૌથી વધારે NOTAનો ઉપયોગ બિહારમાં થયો છે.

ADVERTISEMENT

આ ઉમેદવારોને NOTA એ ધારાસભ્ય ન બનવા દીધા
જો આ બેઠકો પર NOTAના મત ભાજપ તરફ ગયા હોત તો ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જાત. અહીં ભાજપના જે ઉમેદવારો ઓછા માર્જિનથી હાર્યા છે તેના કરતાં NOTAમાં વધારે મત મળ્યા છે. એમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ હતી. એટલે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે એનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના મત ભાજપ તરફ ડાઈવર્ટ થઈ ગયા હોત તો ભાજપ માટે જીત આસાન જ હતી. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી હાર્યા હતા. હારનું માર્જિન માત્ર 1664 હતું જ્યારે અહીં નોટામાં 7331 મત પડ્યા હતા. માનસિંહ પરમાર સોમનાથથી લડ્યા અને હાર્યા હતા. તેમની હારનું માર્જિન માત્ર 922 મત હતું જ્યારે નોટા પર 1530 મત જ પડ્યા હતા. જ્યારે ચાણસ્મા બેઠક પરથી લડેલા અને હારેલા ઉમેદવાર દિલીપ ઠાકોરનું હારનું માર્જિન માત્ર 1404 હતું, જ્યારે નોટાને મળેલા મત 3811 હતા.

    follow whatsapp

    ADVERTISEMENT