અયોધ્યા,370 જેવા અન્ય કામ કરવા હોય તો ગુજરાતની દરેક સીટ પર કમળ ખીલવવું પડશે
અમદાવાદ : ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ વધારે આક્રમક બની રહ્યું છે. ભાજપ દ્વારા આજે પોતાના 15 રાષ્ટ્રીય કક્ષાના…
ADVERTISEMENT

અમદાવાદ : ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ વધારે આક્રમક બની રહ્યું છે. ભાજપ દ્વારા આજે પોતાના 15 રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના ફાયરબ્રાંડ નેતા યોગી આદિત્યનાથ આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેઓએ એક બાદ એક ત્રણ જનસભાને સંબોધિત કરી હતી. યોગીએ આદિત્યનાથે જાહેરસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.
આજે દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે તેવો ક્યારે પણ નથી વધ્યો
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, હું ઉત્તરપ્રદેશનો રહેવાસી છું. માં ગંગા અને યમુનાના આશિર્વાદ સાથે આવ્યો છું. ભગવાન શ્રીકૃષ્ણ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની ધરતી પર આવવાની તક મળી. આજ બધી જગ્યા ગુજરાત મોડલની ચર્ચાઓ થાય છે. ભાજપ ગરીબ કલ્યાણનું મોડલ છે અને ઇઝ ઓફ લિવિંગનું મોડેલ સમગ્ર દેશને આપ્યું છે. જે સમગ્ર દેશ માટે આદર્શન છે. ગુજરાત મોડલે કોરોના દરમિયાન નવી રણનીતિ અપનાવી સમગ્ર વિશ્વને ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગુજરાતમાં છે તેવું ક્યાંય પણ નહી હોય.
અનેક ઐતિહાસિક કામ થયા જે અન્ય સરકારો હોત તો શક્ય જ નહોતા
યોગી આદિત્યનાથે કહ્યું કે, ભાજપે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી છે. ગઇકાલે કોંગ્રેસ સભામાં રાષ્ટ્રગીતના બદલે ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. ગુજરાતની દરેક સીટ પર કમળનું ફુલ ખીલવું જોઇએ તે તમારી જવાબદારી છે. ઝગડીયામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ દેશને આતંકવાદ અને નકસલવાદ આપ્યો છે. અયોધ્યામાં નિર્માણ પામેલું રામ મંદિર રાષ્ટ્રપતિમંદિર બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT