જાપાન-જર્મની-ચીનના ડોક્ટર પોતાની માતૃભાષામાં ભણી શકે તો ભારત કેમ નહી?: શાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Panchayat Aajtak: અમદાવાદમાં આયોજીત પંચાયત આજતકમાં ગૃહમંત્રી અમિત શાહે MBBS નો અભ્યાસક્રમ સ્થાનિક ભાષામાં કરાવવાના મુદ્દે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. તેમણે કહ્યું કે, જર્મનીના ડોક્ટર જર્મનીમાં ભણે છે. જાપાન અને ચીનના ડોક્ટર ત્યાંની ભાષામાં અભ્યાસ કરે છે તો પછી ભારતમાં એવું કેમ શક્ય નથી બની રહ્યું.

ગૃહમંત્રીએ કહ્યું કે, જો જાપાનના ડોક્ટર સમગ્ર વિશ્વમાં મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે તો કેરળનો ડોક્ટર આ કામ મલયાલીમાં પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં શિક્ષણવિદો માને છે કે રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ માતૃભાષામાં મૌલિક હોય છે અને સારૂ રહે છે.

અંગ્રેજી માધ્યમ સમગ્ર દેશ પર થોપીને દેશના 5 ટકા ટેલેન્ટનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશના 5 ટકા બાળકો જ અંગ્રેજી માધ્યમમાં ભણી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે 100 ટકા ટેલેન્યનો ઉપયોગ થાય. પંચાયત આજતકમાં અમિત શાહે કહ્યું કે, ગુજરાતને વિકાસના રસ્તા પર લઇ જવાનું કામ થયું છે. આ એજ ગુજરાત જ્યાં એક સમયે 365 દિવસમાંથી 250 દિવસ કર્ફ્યૂ રહેતો હતો. અમે દરેક વખતે ચૂંટણી જીત્યા છીએ દરેક વખતે ગુજરાતની જનતાએ અમને આશિર્વાદ આપ્યો છે.

ADVERTISEMENT

અમિત શાહે કહ્યું કે, પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે ત્રિકોણીય જંગ થઇ કે નહી. તેમણે કહ્યું કે, લડાઇ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. ભાજપે કોઇ ફ્રંટલ એટેક નથી કર્યો. પરંતુ જ્યારે આરોપ લાગે છે ત્યારે જવાબ આપવો તે અમારી ફરજ છે. અમારા પર કોઇ આરોપ લાગે તો અમે જવાબ તો આપીશું.

    follow whatsapp

    ADVERTISEMENT