બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડાઈ તો સમજો ગયા કામથી, જાણો શું લીધો શિક્ષણ વિભાગે નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર અને વિધ્યાર્થીઓ તડામાર તૈયારી કરી રહ્યા હતા. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે  તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં પરીક્ષા સંબંધિત ગેરરીતિ સહિતના કિસ્સાઓમાં આકરી પોલીસ કાર્યવાહી હાથ ધરવા કહ્યું છે.

બોર્ડે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈની પાસે મોબાઈલ ફોન દેખાય તો સીધી જ ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ. બોર્ડ પરીક્ષાઓ 14થી 29 માર્ચ દરમિયાન છે ત્યારે સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્ર દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે, કસૂરવારો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

મોબાઈલ પકડાતાં થશે તુરંત ફરિયાદ
પ્રશ્નપત્રો લીક થઈ શકે તેવાં કોઈ પણ મામલામાં બોર્ડ એકટ મુજબ ફોજદારી ધારાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની રહેશે. આ ગુનામાં 3થી 5 વર્ષ સુધીની સજા અને રૂ.બે લાખનાં દંડની જોગવાઈ છે. બોર્ડે એમ પણ કહ્યું છે કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈની પણ સાથે મોબાઈલ દેખાય કે તુરંત પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.

ADVERTISEMENT

IT એક્ટ CIPC એક્ટ મુજબ પણ ગુનો નોંધવા સૂચના
પરીક્ષા સંબંધિત કાગળો અને દસ્તાવેજો ખાનગી અને કલાસિફાઈડ દસ્તાવેજ છે. જે કોઈ પણ રીતે જાહેર થાય તો સૂચના મુજબ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની રહેશે. બોર્ડે એમ પણ કહ્યું છે કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પણ વ્યક્તિનું વર્તન અયોગ્ય જણાય તો તેનાં વિરુદ્ધ આઈપીસી ની કલમ-36, 114, 420 અને 379 મુજબ ગુનો દાખલ કરી શકાય છે. તથા જરૂર જાણે તો બોર્ડના કાયદા ઉપરાંત IT એક્ટ CIPC એક્ટ મુજબ પણ ગુનો નોંધવા સૂચના આપવામાં આવી છે.

સુરત મનપાનો મહિલાઓને લઈ મહત્વનો નિર્ણય, હવે આ કામ કરવાથી 1 વર્ષ કરી શકશે ફ્રીમાં મુસાફરી

ADVERTISEMENT

જાણો ક્યારે છે પરીક્ષા
GSEBએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT