IAS વિજય નેહરાનો ‘વનવાસ’ પૂર્ણ? બે અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો
– સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નેહરા દિલ્હી દરબારમાં જશે – નેશનલ ડિફેન્સ કોલેજના સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે વિજય નેહરા ફરજ બજાવશે – સુપ્રિત…
ADVERTISEMENT
– સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નેહરા દિલ્હી દરબારમાં જશે
– નેશનલ ડિફેન્સ કોલેજના સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે વિજય નેહરા ફરજ બજાવશે
– સુપ્રિત સિંઘ ગુલાટીને ધોલેરા અને બઉચરાજી સરના સીઇઓનો વધારાનો હવાલો સોંપાયો
– અગ્ર સચિવ મોના ખંઘારને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો વધારાનો હવાલો સોંપાયો
ગાંધીનગર : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાત કેડરના IAS અધિકારી વિજય નહેરાએ ડેપ્યુટેશન પર જવાનો લાંબા સમયથી ચર્ચાને હવે ઓર્ડરનો અમલીજામો પહેરાવી દેવાયો છે. વિજય નેહરા સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ હતા. તેઓ નેશનલ ડિફેન્સ કોલેજનાં સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે સેવા આપશે. અગ્ર સચિવ મોના ખંધાર હાલ પંચાયત વિભાગનાં અગ્રસચિવ છે. તેઓને સાયન્સ ટેક્નોલોજી વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. હાલ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગુજરાતના સીઇઓ સુપ્રિત સિંઘ ગુલાટીને સીઇઓ સ્પેશિયલ પ્રોજેક્ટ ધોલેરાનો વદારાનો હવાલો સોંપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર હાલ બઢતી અને બદલીઓનાં મુડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં જ PI અને PSI ની બદલીઓનો ઘાણવો કાઢ્યો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા હાલમાં જ તાલુકા વિકાસ અધિકારીઓને બદલી અને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટુંક જ સમયમાં IPS અધિકારીઓની પણ ટુંક જ સમયમાં મોટી બદલીનો ઓર્ડર તૈયાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT